નર્મદા ડેમની સપાટી 132.29 મીટર પર પહોંચી છે પણ ડેમ હજી તેની 138.68 મીટરની પુર્ણ સપાટીથી 6 મીટર જેટલો દુર છે. બીજી તરફ ઉપરવાસમાંથી આવતાં પાણીના જથ્થાની સામે પાણીની જાવક વધારે હોવાથી ડેમની સપાટીમાં દર બે કલાકે એક સેમીનો ઘટાડો થઇ રહયો છે.મધ્યપ્રદેશમાં વરસેલા ભારે વરસાદના કારણે ઉપરવાસમાંથી વિપુલ માત્રામાં પાણીનો આવરો થતાં નર્મદા ડેમની સપાટી ઝડપથી વધીને 132.29 મીટર સુધી પહોંચી છે. હવે ઉપરવાસમાંથી પાણીનો આવરો એકદમ ઘટી ગયો છે.
હાલ ઉપરવાસમાંથી 19 હજાર કયુસેક પાણી આવી રહયું છે જેની સામે 49 હજાર કયુસેક પાણીની જાવક થઇ રહી છે. નર્મદા ડેમના રીવર બેડ પાવર હાઉસના 6 તથા કેનાલ હેડ પાવર હાઉસના એક યુનિટને વીજ ઉત્પાદન માટે ચાલુ રાખવામાં આવ્યાં છે. પાણીની આવક સામે જાવક વધારે હોવાથી ડેમની સપાટીમાં ઘટાડો થઇ રહયો છે. દર બે કલાકે સપાટીમાં એક સેમીનો ઘટાડો નોંધાય રહયો છે. મધ્યપ્રદેશમાં ભારે વરસાદના પગલે ત્યાંના ડેમ છલોછલ થઇ ગયાં હતાં .
સપાટી 132.29 મીટર ઇન ફલો 19,505 કયુસેક આઉટ ફલો 49,674 કયુસેક
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.