ધરપકડ:ડેડિયાપાડાના બોરીપીઠા ગામેથી ડિગ્રી વગરનો તબીબ ઝડપાયો

રાજપીપળાએક મહિનો પહેલા
  • કૉપી લિંક
બોરીપીઠા ગામેથી ડિગ્રી વગરનો બોગસ ડોક્ટર દવાઓ સાથે ઝડપાયો. - Divya Bhaskar
બોરીપીઠા ગામેથી ડિગ્રી વગરનો બોગસ ડોક્ટર દવાઓ સાથે ઝડપાયો.
  • મેડિકલ પ્રેક્ટિસના સર્ટિ ન મળ્યા, 42 હજારનો મુદ્દામાલ જપ્ત

પોલીસ અધિક્ષક, નર્મદા પ્રશાંત સુંબેનાઓના માર્ગદર્શન મુજબ બોગસ સર્ટીના આધારે તબીબી સારવાર કરતા ડોક્ટરોને ઝડપી પાડવાની સુચના અને માર્ગદર્શન અનુસંધાને એ.એમ.પટેલ, પોલીસ ઇન્સ્પેક્ટર એલ.સી.બી.નર્મદા નાઓએ સ્ટાફના પોલીસ માણસોને જીલ્લામાં આવી પ્રવૃતિથી સંકળાયેલ બોગસ ડીગ્રી ધરાવતા ઇસમોની વોચ રાખી કાયદેસરની કાર્યવાહી કરવાની સુચના અનુસંધાને બી.જી.વસાવા પો.સ.ઇ. એલ.સી.બી.સ્ટાફનાઓને બાતમી મળેલ કે ડેડિયાપાડા વિસ્તારના બોરીપીઠા ગામે એક ઇસમ દવાખાનું ચલાવે છે.

જે બાતમીના આધારે પી.એચ.સી ખેડીપાડા ખાતેથી મેડીકલ ઓફીસર ડો. હેતલબેન ભીમસીંગ નાયકનાઓને સાથે રાખી ડેડિયાપાડાના બોરીપીઠા ગામે એક ઇસમ તબીબી ડીગ્રી અને લાયકાતના સર્ટી વગર દવાખાનુ ખોલી તબીબી પ્રેક્ટીસ કરતા હોવાની જણાયેલ જે દવાખાના ઉપર રેડ કરતા સુજીત પધ્માલોયન બિસ્વાસ હાલ રહે. બોરીપીઠા મુળ રહે.બલ્કબપુર તા.શાંતિપુર જી.નદિયા (વેસ્ટ બંગાળ) નાનો દવાખાનુ ચલાવતો હોવાનું જણાઇ આવેલ. સદર ઇસમને મેડીકલ ડીગ્રી કે સર્ટી અંગે પુછપરછ કરતાં આવા કોઇ સર્ટી નહી હોવાનું જણાવતા એલોપેથીક ટેબલેટો તથા પોઇન્ટ ચઢાવવાના બોટલો, સીરીંજ(નીડલો) ઇન્જેકશનો તથા ગુળીઓ તથા મેડીકલ પ્રેક્ટીસ કરવા અંગેની સાધન સામગ્રી સહિત કુલ્લે 42,399 ના મુદ્દામાલ સાથે ઝડપી પાડી આ બોગસ ડોક્ટર વિરૂધ્ધ પોલીસ સ્ટેશનમાં ગુનો રજીસ્ટર કરી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી.

અન્ય સમાચારો પણ છે...