• Gujarati News
  • Local
  • Gujarat
  • Narmada
  • A Case Of Assault In Amletha Village Of Nandod Following Dispute Over Vote Issue; Sentence Of Three Years And Fine To The Accused By The Criminal Court

મતની માથાકૂટમાં મારમારી:નાંદોદના આમલેથા ગામે મતના મુદ્દે વિવાદ બાદ હુમલાનો કેસ; ક્રીમીનલ કોર્ટ દ્વારા આરોપીને ત્રણ વર્ષની સજા અને દંડનો હુકમ

નર્મદા (રાજપીપળા)3 દિવસ પહેલા
  • કૉપી લિંક

નર્મદા જિલ્લાના નાંદોદ તાલુકાના આમલેથા ગામે મતના મુદ્દે થયેલા વિવાદ બાદ જે રીતે એક શખ્સ દ્વારા એક વ્યક્તિ પર જે હુમલો કરી ઈજાગ્રસ્ત કરવામાં આવ્યો હતો. આ ગુનાની ફરીયાદ રાજપીપળા પોલિસ સ્ટેશનમાં નોધવામાં આવી હતી. આ કેસ અંતર્ગત ક્રીમીનલ કોર્ટ દ્વારા આરોપીને ત્રણ વર્ષની કેદની સજા અને દંડનો હુકમ કરવામાં આવ્યો છે.

સરકારી વકીલ હેરીસન દ્વારા મળતી વિગતો અનુસાર ફરીયાદ આપનાર મફત ઝી વસાવાની ફરિયાદ મુજબ તેઓ પોતાના ખેતરે જતા હતા. તે વખતે ભુપત રામજી વસાવા ઘર પાસેથી પસાર થતા સમયે તેને કહ્યું કે, તમે કોંગ્રેસ પક્ષને કેમ મત આપેલ નથી તેમ કહી ગાળો બોલ્યા હતાં. જેથી મફતે કહ્યું કે, મારી ઈચ્છા. હું જેને મત આપું તમે પૂછવા વાળા કોણ? આ સાંભળી ભાવેશ ભુપત વસાવા અને મિનેશ જેઠા વસાવાએ મફતને પકડી રાખ્યો હતો.

કોર્ટે સજાનો હુકમ કર્યો
આ બાદ ભૂપત રામજી વસાવા તેના ઘરમાંથી ધારીયું લાવી મફતને જમણા ખભાના ભાગે તથા કમરની જમણી બાજુએ મારી ગંભીર ઈજા પહોંચાડી હતી. આ ગુનાની ફરીયાદ રાજપીપળા પોલિસ સ્ટેશનમાં નોધવામાં આવી હતી. જે કેસ ક્રીમીનલ કોર્ટનાં જજ જુઝર એ. રંગવાલાની કોર્ટમાં ચાલ્યો હતો. સરકારી વકીલ હેરીસન જે. વકીલની દલીલો ગ્રાહ્ય રાખી નામદાર કોર્ટે ભુપત રામજી વસાવાને ઈ.પી.કો કલમ 326ના ગુના માટે દોષી ઠરાવી 3 વર્ષની સાદી કેદની સજા અને રૂ. 2 હજારનો દંડ તથા ઈ.પી.કો કલમના ગુના માટે 6 મહિનાની સાદી કેદની સજા તથા કલમ 135ના ગુના માટે રૂપિયા 500 નો દંડ અને જો દંડ ન ભરે તો વધુ 2 માસની સાદી કેદની સજાનો હુકમ કર્યો હતો.

અન્ય સમાચારો પણ છે...