વિશ્વની સૌથી ઉંચી પ્રતિમાં સ્ટેચ્યુ ઓફ યુનિટી રવિવારની વહેલી સવારે આહલાદક વાતાવરણ જોવા મળ્યું હતું. ઉપરથી ધુમ્મસ ભર્યા વાતાવરણમાં સ્ટેચ્યું ઓફ યુનિટી એકદમ ઝાંખી દેખાઈ હતી. થોડી વારમાં સૂર્યોદય થતા આખું વાતાવરણ કેસરી રંગે રંગાઈ ગયું હતું. આ નજારો પ્રવાસીઓએ માણ્યો હતો.
રવિવારની રજામાં સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે 25 હજાર પ્રવાસીઓ નોંધાયા હતા. પ્રવાસીઓ શિયાળાની ગુલાબી ઠંડીમાં લીલાછમ સાતપુડા અને વિંધ્યાચલની ગિરિમાળા વચ્ચે સાધુ બેડ પર ઉભેલા 182 મીટર ઉંચી સરદાર વલ્લભભાઈ પટેલની પ્રતિમાનો એક આહલાદક નજારો પ્રવાસીઓએ માણ્યો હતો.
આ બાબતે સ્ટેચ્યુ ઓફ યુનિટી સત્તા મંડળના પી.આર.ઓ રાહુલ પટેલે જણાવ્યું હતું કે, આજે રવિવારના રોજ સવારથી પ્રવાસીઓ ઘણા છે. સવારે એટલું સુંદર વાતાવરણ હતું કે, ધુમ્મસ વાળા વાતાવરણમાં જીરો વિઝિબિલિટી હતી. છતાં સરદાર વલ્લભભાઈ પટેલની પ્રતિમા ઝાંખી દેખાતી હતી. થોડીવારમાં વાતાવરણમાં જાણે રંગ ઢોળાયો હોય એમ વાતાવરણ કેશરીયો થઇ ગયો હતો. સવારે 8 વાગ્યા સુધી ધુમ્મસની અસર રહી હતી. આ નજારો પ્રવાસીઓએ માણ્યો અને કેમેરામાં કેદ પણ કર્યો હતો. કારણ કે આવો નજારો વારંવાર જોવા નથી મળતો. આટલું ગાઢ ધુમ્મસ પ્રથમવાર જોવા મળ્યું હતું.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.