બોરીદ્રા ગામે મુકાયેલ સિસ્મોલોજી યંત્રમાં 1.4ની તીવ્રતાનો આંચકો નોંધાયો છે. જે ભૂકંપના આંચકાનું કેન્દ્ર બિંદુ કેવડિયાથી 20 કિમી દૂરનું નોંધાયું અને 18.1.કિમીની ઊંડાઈ પર આવતા આંચકા સામાન્ય હોવાનું અને કોઈ નુકસાન થશે નહીંની વાત સંબંધિત આધિકારીઓ કહી રહ્યા છે. ત્યારે એક જ વિસ્તારમાં આવતા સતત આંચકા, કરજણ ડેમથી માત્ર 7 કિમિ દૂર આ બોરીદ્રા ગામે આવતા ભૂગર્ભ આંચકા કોઈ મોટી દુર્ઘટના ન નોતરે તેના પર ગાંધીનગરની ટીમ આ સિસ્મોલોજી યંત્ર પર નજર રાખી બેઠી છે.
સિસમોલોજી યંત્ર ગાંધીનગર કંટ્રોલ રૂમ સાથે જોડવામાં આવ્યું
નર્મદા જિલ્લાના નાંદોદ તાલુકાના બોરીદ્રા ગામેં છેલ્લા 1 મહિનાથી ભૂગર્ભમાં બેદી ધડાકાને કારણે લોકોમાં ભયનો માહોલ ફેલાઈ ગયો છે. રાત્રીના પૃથ્વીના પેટાળમાં ધડાકા થતા આખું ગામ ધ્રુજી ઉઠતું અને મકાનો પણ ધ્રુજતા એટલે આખું ગામ ઘરની બહાર નીકળી આખી રાત જાગતા હતા. આજુબાજુના ગામોમાં પણ આવું અનેક વાર થાય છે, પણ બોરીદ્રામાં ભૂકંપના આંચકા વધુ આવે છે. આવું છેલ્લા મહિનાથી થતા જિલ્લા કક્ષાએ અને રાજ્ય કક્ષાએ જાણ કરતા ગાંધીનગરના (ISR) ઇન્સ્ટિટ્યૂટ ઓફ સિસ્મોલોજીકલ રિસર્ચ સેન્ટર વિભાગના અધિકારીઓની ટીમ ગામમાં પહોંચી હતી. જેમાં બોરીદ્રા ગામે આવીને આ ભેદી ધડાકાની શોધ કરતા ગામમાં સીસોમોલોજી યંત્ર ગોઠવવામાં આવ્યું અને ભૂકંપને માપવાની શરૂઆત કરવામાં આવી છે. સિસમોલોજી યંત્ર મુકાયા બાદ ગાંધીનગર કંટ્રોલ રૂમ સાથે જોડવામાં આવ્યું છે.
ભૂકંપના આંચકાનું કેન્દ્ર બિંદુ કેવડિયાથી 20 કિમી દુર
મળતી માહિતી અનુસાર ગાંધીનગરથી આવેલી ટીમના તજજ્ઞોનું કહેવું છે કે, 1.5થી 2ની તીવ્રતાનો આંચકો નોંધાઈ રહ્યો છે. બોરિદ્રા ગામે ગત રાત્રીના 1.4ની તીવ્રતાનો ભૂકંપનો આંચકો ગાંધીનગર ખાતેના કંટોલ રૂમ ખાતે નોંધાયો હતો. જે સામાન્ય છે કોઈ નુકસાની વાળો નથી અને આ પૃથ્વીના પેટાળમાં આવતા આંચકા કયા કારણો સર છે? ભૂકંપનો આંચકો છે કે કોઈ બીજું કારણ? આ બધી બાબતોનું સર્વે ગાંધીનગર ISRની ટીમો કરી રહી છે. તેમનું કહેવું છે કે, કોઈ મોટો ઝાટકો અત્યાર સુધી નોંધાયો નથી, હાલ જે નોંધાયો તે 1.4ની તીવ્રતાનો છે. જે એકદમ સામાન્ય છે અને ભૂકંપના આંચકાનું કેન્દ્ર બિંદુ કેવડિયાથી 20 કિમી દુરનું નોંધાયું છે. જે 18.1.કિમીની ઊંડાઈ પર આવતા આંચકા આવતા હોય જેની તાપસ ચાલુ છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.