સન્માન સમારોહ:કાછીયા પટેલ જ્ઞાતિના ગુજરાત કક્ષાના 65 તેજસ્વી તારલાઓનું મેડલ અને સન્માનપત્ર દ્વારા સન્માનિત કરાયું

નર્મદા (રાજપીપળા)એક મહિનો પહેલા

સમાજ સેતુ સેવા ટ્રસ્ટ (ગુજરાત ) દ્વારા વડોદરા કાછીયા સમાજની વાડી ખાતે 65 તેજસ્વી તારલાઓનું ગોલ્ડ મેડલ, સિલ્વર મેડલ અને સન્માન પત્ર આપવાનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. ટ્રસ્ટ દ્વારા 24 વર્ષમાં જ્ઞાતિ જનનો સર્વાગી વિકાસ થાય જે માટે શિક્ષણ તેમજ સામાજિક સેત્રે અત્યાર સુધીમાં 22 થી વધુ જ્ઞાતિ ઉપયોગી કાર્યક્રમો યોજવામાં આવ્યા છે. આ સાથે યુવા ભાઈ બહેનોને વ્યાપાર નોકરી મળે જે માટે જ્ઞાતિ જનોના વિવિધ સેત્રના સંમેલનો યોજવામાં આવ્યા છે.

ટ્રસ્ટ દ્વારા અત્યાર સુધી જ્ઞાતિ વિકાસ માટેના પરિચય સેતુ ભાગ એક થી સાત અને મંગળ ફેરા ભાગ 1 થી 5 ના પુસ્તકો પ્રકાશિત કરીને સમગ્ર જ્ઞાતિ વિકાસમાં અમૂલ્ય ફાળો ટ્રસ્ટ આપ્યો છે. ટ્રસ્ટના સ્થાપક તેમજ તત્કાલીન મેં. ટ્રસ્ટી રાજપીપળાના વતની મહેશ ચંદ્ર દલાલ દ્વારા તમામ પ્રવૃતિઓનું આયોજન /સંચાલન રાજપીપળાથી કરી રહ્યા છે. 2023 નવા વર્ષના રોજ ટ્રસ્ટનો 25 મું વર્ષ શરૂ થયું છે. ત્યારે 500 થી વધુ જ્ઞાતિજનોની હાજરીમાં 65 તેજસ્વી વિધાર્થીઓનું તેમજ 30 કાયમી દાતાઓનું સન્માન કરવામાં આવ્યું હતું.

સમગ્ર કાર્યક્રમનો તમામ ખર્ચ યોગેશ ધાણાવાળા નડિયાદ તેમજ ભરત પટેલ સાબુવાળા અમદાવાદ દ્વારા 1 લાખથી વધુ દાન ટ્રસ્ટને આપવામાં આવ્યું હતું. જેમાં રાજપીપળાના 3 વિધાર્થીઓને ખાસ સન્માનિત કરવામાં આવ્યું હતું, ત્યારે જેમાં ખાસ રાજપીપળાની આર્ચી દિપક પટેલને માસ્ટર ઓફ મેડિકલ ટેકનોલોજી કરેલ જેનું સિલ્વર મેડલ આપી સન્માનિત કરાયા હતા અને હર્ષ પટેલ (msc) અને, રિયા પટેલ (llb) મેડલ આપી સન્માન કરવામાં આવ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...