પ્રવાસીઓનો ધસારો:કેવડિયામાં રવિવારે 60 હજાર સહેલાણીઓ ઉમટ્યા

રાજપીપળા2 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • નર્મદા ડેમના 23 દરવાજા ખોલવામાં આવતાં આહલાદક નજારાને માણ્યો

કેવડીયામાં છેલ્લા ચાર દિવસથી પ્રવાસીઓનો ધસારો વધ્યો છે.ચાર દિવસમાં 2 લાખ કરતાં વધારે લોકોએ સ્ટેચ્યુ ઓફ યુનિટી, નર્મદા ડેમ તથા આસપાસના આર્કષણોની મુલાકાત લીધી છે. રવિવારની રજામાં 60 હજાર પ્રવાસીઓ નોંધાયાં હતાં. બે દિવસથી નર્મદા ડેમના દરવાજાઓ ખોલી પાણી છોડવામાં આવી રહયું હોવાથી આહલાદક નજારો જોવા મળી રહયો છે. આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત ડેમને ત્રણ રંગની રોશનીથી શણગારવામાં આવ્યો છે. SOU સત્તા મંડળ દ્વારા પ્રવાસીઓને કોઈ તકલીફ ના પડે એ માટે તમામ સુવિધાઓ ઉભી કરવામાં આવી હતી.

સ્ટેચ્યુ ઓફ યુનિટીની ટીકીટની વાત કરવામાં આવે તો વ્યુ ગેલેરીની 7,000, એક હજારના દર વાળી 1,000 ટીકીટોનું બુકિંગ થઇ ચુકયું છે.આ ઉપરાંત 50 હજાર જેટલી એન્ટ્રી ટીકીટ બુક થઇ ચુકી છે. ત્રણ દિવસના મીની વેકેશનને અનુલક્ષી પ્રવાસીઓની ભારે ભીડને જોતા કેવડીયાથી ડભોઇ સુધીની તમામ હોટલો હાઉસફુલ થઇ ચુકી છે. સરકારી અને ખાનગી ગેસ્ટ હાઉસોમાં પણ રોકાણ માટેની જગ્યા રહી નથી. સોમવારે સ્ટેચ્યુ ઓફ યુનિટીને બંધ રાખવામાં આવે છે પણ 15મી ઓગષ્ટના રોજ સ્ટેચ્યુને સહેલાણીઓ માટે ખુલ્લુ રાખવામાં આવશે.

સોમવારે પણ સ્ટેચ્યુ ઓફ યુનિટી ખુલ્લુ રહેશે
ચાર દિવસના મીની વેકેશનમાં રોજના 60 હજાર કરતાં વધારે પ્રવાસીઓ આવે તેવી શકયતા છે. અત્યાર સુધીમાં 2 લાખ લોકો તો આવી ચુકયાં છે. સોમવારે પણ સ્ટેચ્યુને ખુલ્લુ રાખવામાં આવશે. પ્રવાસીઓની સુવિધા માટે પીવાના પાણી અને બસોની સુવિધા વધારવામાં આવી છે. ટીકીટો સરળતાથી મળી રહે તેવું પણ આયોજન કરાયું છે. > રાહુલ પટેલ, પીઆરઓ, એસઓયુ

અન્ય સમાચારો પણ છે...