પાણીની આવકમાં વધારો:નર્મદા ડેમના 3 ગેટમાંથી નદીમાં છોડાઇ રહેલું 6 હજાર ક્યુસેક પાણી, પાંચમાંથી 2 ગેટ બંધ

રાજપીપળા2 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • શુક્રવારે બપોરે 5 ગેટ ખોલી 10 હજાર ક્યુસેક પાણી છોડવાની શરૂઆત કરાઇ હતી

નર્મદા ડેમના ઉપરવાસમાંથી આવી રહેલાં પાણીના પગલે શુક્રવારે બપોરે 12 વાગ્યાથી 5 દરવાજા ખોલી 10 હજાર કયુસેક પાણી છોડવાની શરૂઆત કરાય હતી. પણ પાણીનો આવરો ઓછો થતાં શનિવારે સવારથી બે ગેટ બંધ કરી માત્ર 3 ગેટમાંથી 6 હજાર કયુસેક પાણી નદીમાં છોડાઇ રહયું છે. રીવરબેડ પાવર હાઉસ તેમજ ગેટમાંથી મળી કુલ 72 હજાર કયુસેક પાણી નદીમાં ભળી રહયું છે.મધ્યપ્રદેશમાં આવેલાં ભારે વરસાદના પગલે ઓમકારેશ્વર ડેમના દરવાજાઓ ખોલી પાણી છોડવામાં આવતાં સરદાર સરોવરમાં પાણીનો આવરો વધી ગયો છે.

નર્મદા ડેમની સપાટી 134 મીટરને સ્પર્શી ગઇ હતી. ડેમની સપાટીમાં ઝડપથી વધારો થતાં શુક્રવારે બપોરે 12 વાગ્યે પાંચ દરવાજા ખોલી 10 હજાર કયુસેક પાણી છોડવાની શરૂઆત કરવામાં આવી હતી. મધ્યપ્રદેશમાં આવેલાં ઓમકારેશ્વર ડેમના દરવાજા ખોલી છોડવામાં આવી રહેલું પાણી સરદાર સરોવરમાં આવી રહયું છે.

શનિવારે સવારના સમયે નર્મદા ડેમના પાંચમાંથી બે ગેટ બંધ કરી દેવામાં આવ્યાં છે. હાલ ડેમના 3 ગેટ 0.30 મીટરની સપાટીથી ખોલી 6 હજાર કયુસેક પાણી નદીમાં છોડવામાં આવી રહયું છે. રીવર બેડ પાવર હાઉસના તમામ ટર્બાઇન ચાલુ હોવાથી 66 હજાર કયુસેક પાણી નદીમાં જઇ રહયું છે. આમ નદીમાં હાલ 72 હજાર કયુસેક જેટલું પાણી આવી રહયું છે.

અન્ય સમાચારો પણ છે...