જુગારીઓની ધરપકડ:નવાગામ (જાવલી)થી 6 જુગારીઓને ઝડપી પાડ્યાં; 2,970નો મુદ્દામાલ જપ્ત

નર્મદા (રાજપીપળા)18 દિવસ પહેલા
  • કૉપી લિંક

નર્મદા જિલ્લાના સાગબારા તાલુકાના નવાગામ(જાવલિ)માં ચાલતા જુગાર પર પોલીસે રેડ કરી ત્યાં જુગાર રમતા 6 શખ્સોને મુદ્દામાલ સાથે ઝડપી લીધા હતા.

પોલીસે આ શખ્સોની ધરપકડ કરી
પ્રાપ્ત માહિતી અનુસાર સાગબારા પોલીસે મળેલી બાતમીના આધારે નવાગામ (જાવલી) ગામે નહેરૂ ફળીયામા રહેતા દિનકરભાઇ જાલમસીંગભાઇ વસાવાના ઘરના પાછળ આવેલ ખુલ્લી અડાળીમાં હાર-જીતનો જુગાર રમી રમાડતા શખ્સોમાં (1) સંદિપભાઇ રૂપજીભાઇ નાઇક રહે.નવાગામ ( જાવલી ),( 2 ) કરણસિંગભાઇ ધનજીભાઇ વસાવા રહે.ચાટુવડ તા.સાગબારા (3) ઉદેસીંગભાઇ નાનસીંગભાઇ વળવી રહે.જાવલી ( નવાગામ ) ( 4 ) બહાદુરસિંહ ઉમાજી નાઇક રહે , નવાગામ ( જાવલી )( 5 ) કૃષ્ણભાઇ ગોરજીભાઇ પાડવી રહે , રહે , નવાગામ અને ( 6 ) કિશનભાઇ વસંતભાઇ વસાવા રહે , જાવલી(નવાગામ) નાઓ પાસેથી અંગ ઝડતીના રોકડા રૂ .2570 / -તથા દાવ ઉપરના રુ . 400 / -મળી કુલ રોકડા રૂપિયા 2970નાં મુદ્દામાલ સાથે પકડી પાડી ગુનો દાખલ કર્યો છે.

અન્ય સમાચારો પણ છે...