પરિણામ જાહેર:નર્મદા જિલ્લામાં ધોરણ12 વિજ્ઞાન પ્રવાહનું 52.89 % પરિણામ, એ-1 ગ્રેડમાં એક જ છાત્ર

રાજપીપળા12 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • ઘો-12 સાયન્સમાં વાત્સલ્ય સ્કૂલની ધ્રુવી પાઠક 99.94 પર્સન્ટાઇલ સાથે જિલ્લામાં અગ્રેસર

ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા લેવાયેલી માર્ચ 2022 ધો.12 વિજ્ઞાન પ્રવાહની પરિક્ષાનું પરિણામ જાહેર કરવામાં આવ્યું છે.પરિણામની દ્વષ્ટિએ ગુજરાતના 36 જિલ્લાઓ માંથી નર્મદા જિલ્લો 30 માં ક્રમે આવ્યો છે. નર્મદા જિલ્લાનું 52.89 ટકા પરિણામ જાહેર કરવામાં આવ્યું છે, જિલ્લાના વિદ્યાર્થીઓમાં કહી ખુશી કહી ગમ નો માહોલ છવાયો છે.

A1 ગ્રેડ માં માત્ર એક વિદ્યાર્થીની વાત્સલ્ય સ્કૂલના વીસડમ ગ્રુપની ધ્રુવી પાઠક 99.94 પર્સન્ટાઇલ સાથે જિલ્લામાં અગ્રેસર આવી છે. જિલ્લામાં સારા ટકા મેળવી શકે એવા હોશિયાર વિદ્યાર્થીઓ પણ નાપાસ થતા પરિણામ પ્રત્યે રોષ વ્યકત કર્યો હતો. જેમાં ખાસ કરીને કોમ્પ્યુટર ના પેપરમાં વિદ્યાર્થીઓના ઓછા માર્ક્સ આવ્યા છે.જે વિદ્યાર્થીઓ ના સાયન્સના વિષયો.માં સારા માર્ક્સ હોય એવા વિદ્યાર્થી ઓના કોમ્પ્યુટર માં ગ્રેસ આપવામાં આવ્યા છે.

સરકારે ઉતાવળે રિઝલ્ટ આપવામાં વિદ્યાર્થીઓનું પરિણામ જોઈએ એવું આપ્યું નથી એવો વિદ્યાર્થી અને વાલીઓમાં રોષ જોવા મળ્યો હતો. રાજપીપલાની સ્વામિનારાયણ સ્કૂલનું 33 વિદ્યાર્થીઓમાંથી 23 વિધાયર્થીઓ પાસ થાય સ્કૂલનું પરિણામ 70 ટકા આવ્યું, એવીજ રીતે પ્રણવ સ્કૂલ નું પરિણામ 53.84 ટાકા આવ્યું 117 વિદ્યાર્થીઓમાં થી63 વિદ્યાર્થીઓ પાસ થાયા છે. રાજપીપલાની નવદુર્ગા હાઇસ્કુલના 46 વિદ્યાર્થીઓ માંથી 31 વિદ્યાર્થીઓ ઉત્તીર્ણ થતા એમની શાળાનું 67.39 ટકા પરિણામ જાહેર થયું છે.

અન્ય સમાચારો પણ છે...