• Gujarati News
  • Local
  • Gujarat
  • Narmada
  • 5 Lakh Cusecs Of Water Released From The Narmada Dam Inundated The Fields Of Several Villages In The Taluk; Extensive Damage To Cotton And Plantain

ડેમના પાણીથી ખેડૂતોની મુશ્કેલીમાં વધારો:નર્મદા ડેમમાંથી 5 લાખ ક્યુસેક પાણી છોડાતા તાલુકાના અનેક ગામોના ખેતરોમાં પાણી ભરાયાં; કપાસ અને કેળને વ્યાપક નુકસાન

નર્મદા (રાજપીપળા)2 મહિનો પહેલા

નર્મદા જિલ્લામાં આવેલા નર્મદા ડેમ અને કરજણ ડેમ માથી સતત પાણી છોડવામાં આવી રહ્યું છે. જેના કારણે નર્મદા અને કરજણ નદી કાંઠાનાં નિચાણવાળા વિસ્તારોમાં પાણી ફરી વળ્યા હતા જોકે તંત્ર દ્વારા આગવી જાણ કરાઇ હતી. પરંતુ નદી કિનારાનાં ખેતરોમાં પાણી ભરાઇ જતાં નાંદોદ તાલુકાના કિનારાનાં ગામોના ખેતરોમાં પાણી ગુસી જતા ખેડૂતોને નુકસાન થયું છે. જેમાં ખાસ કરીને કેળા અને કપાસનાં ખેતરોમાં પાણી ભરાઇ જતાં મોટા નુકશાનનો અંદાજ છે.

સરદાર સરોવર નર્મદા ડેમની હાલની સ્થિતિ

  • સપાટી 134.35 મીટર
  • પાણીની આવક 6,24,418 ક્યુસેક નોંધાઈ
  • ઉપરવાસના ઇન્દિરા સાગર અને ઓમકારેશ્વર ડેમમાંથી સતત પાણી છોડાતા આવક વધી.
  • 23 દરવાજા 3.25 મીટર ખોલી 5,00,000 ક્યુસેક અને રીવરબેડ પાવરહાઉસ ના 6 ટર્બાઇન મારફતે 44,532 ક્યુસેક નદીમાં છોડાયું.
  • ​​​​​​​નદીમાં કુલ જાવક 5,44,532 ( દરવાજા + પાવરહાઉસ) ક્યુસેક રહેશે.
  • કેનાલ હેડ પાવરહાઉસમાંથી 18,792 ક્યુસેક પાણી કેનાલમાં છોડાઈ રહ્યું છે.
  • હાલ ડેમમાંથી કુલ જાવક - 5,63,324( Gates+rbph+ chph)

ઉપરવાસમાં પડી રહેલ વરસાદ અને ડેમોમાંથી સતત છોડવામાં આવી રહેલ પાણીને ધ્યાને રાખીને 24 કલાકમાં ડેમની સપાટી 1.50 મીટર સુધી ઘટાડવામાં આવી,હવે 6.53 લાખની સંભવિત આવક સામે દિવસભર માત્ર 5.63 લાખ ક્યુસેક જ પાણી છોડાશે, વધારાનું પાણી ડેમમાં સંગ્રહ કરીને ભરૂચ વિસ્તારમાં પૂરની અસરો ઓછી કરવા નર્મદા નિગમ દ્વારા પ્રયાસો હાથ ધરાયા. નિગમના ઉચ્ચ અધિકારીઓ દ્વારા ડાઉન્સ્ટ્રીમના વિસ્તારોને પૂરની અસરોથી બચાવવા માટે સતત નિરીક્ષણ કરવામાં આવી રહ્યું છે.

અન્ય સમાચારો પણ છે...