હિસાબી શાખાની ભૂલ:ગોરા-કેવડિયા રેન્જના 44 રોજમદાર કર્મીઓ બે મહિનાથી પગારથી વંચિત

કેવડિયાએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • કોન્ટ્રાક્ટરોના ચેક વ્યવસ્થિત બને છે કર્મીઓના ચેકમાં ભૂલ થાય છે
  • સ્ટેચ્યુ ઓફ યુનિટી ઓથોરિટીમાં બંને રેન્જના કર્મીઓ ઉવાચ

SOU સત્તામંડળ માં સમાવિષ્ટ કેવડિયા અને ગોરા રેન્જના 44 જેટલા રોજમદાર કર્મચારીઓ છે જે કાયમી કર્મચારીઓ તરીકે 10 વર્ષ થી નિમણૂંક પામ્યા છે પરંતુ આ કર્મચારીનો નિયમિત પગાર થતો નથી. સ્ટેચ્યુ ઓફ યુનિટી બન્યા બાદ સત્તા મંડળમાં આવ્યા બાદ પગાર રેગ્યુલર થશે એવી અપેક્ષા એ 44 જેટલા રોજમદાર કર્મચારીઓ નિયમિત પોતાનું કર્તવ્ય સમજીને કામગીરી કરે છે પરંતુ SOU સત્તા મંડળ માં જે વહીવટી કામગીરી કરે છે હિસાબી શાખાના અધિકારીઓની ભૂલને કારણે આજે 44 કર્મચારીઓનો પગાર છેલ્લા 2 મહિનાથી થયો નથી.

પ્રાપ્ત માહિતી અનુસાર SOU સત્તા મંડળ માં કેવડિયા અને ગોરા રેન્જ આવે છે એટલે આ રેંજના કર્મચારીઓ નો પગાર સત્તા મંડળ કરે છે પરંતુ સત્તા મંડળના હિસાબી શાખાના અધિકારીઓ દ્વારા રોજમદારોના પગારનો ચેક લખામાં ભૂલ કરી હોય બેન્ક વાળા સ્વીકારતા નથી અને સત્તામંડળ ના હિસાબી શાખાના આધિકારીઓ નવો ચેક બનાવી અપાતા નથી આ ગરબડ માં કર્મચારીઓનો પગાર બે મહિનાથી થયો નથી એટલે એપ્રિલ /2022 નો પગાર હજુ નથી થયો અને મેં પૂરો થવા આવ્યો ત્યારે કર્મચારીઓ રોષે ભરાયા છે અને તેમનું કહેવું છે કે આધિકારીઓએ જાણીજોઈ ને હેરાન કરવા આ ભૂલ કરી છે.

વડી કચેરી પાર કર્મચારીઓએ ફરિયાદ કરી તો કહેવામાં આવ્યું કે પગારનો ચેક ખોટો લખાયો છે એટલે ખાતામાં જમા થતો નથી તો વાંક કોનો. સત્તા મંડળ માં કામગીરી કરતા કોન્ટ્રાકટરો ના ચેક લખવામાં કેમ કોઈ ભૂલ થતી નથી અને થાય તો તરત નવો પણ બનાવી દેવાય છે.

રોજમદારો સાથે ઓરમાયું વર્તન રખાય છે
વનવિભાગમાં ફરજ બજાવી પોતાની આખી જિંદગી નજીવા પગાર પર કાઢનારા રોજમદારો સાથે કાયમ ઓરમાયું વર્તન રાખમાં આવે છે. પહેલા રોજમદારો હતા ત્યારે પણ પગાર અનિયમિત હતો અને રેગ્યુલર કર્મચારીઓ બન્યા ત્યારે પણ પગાર અનિયમિત હતો અને હવે સત્તામંડળના હાથમાં આવ્યા ત્યારે પણ એ જ પરિસ્થિતિ છે. એટલે આટલી મોંઘવારીમાં પગાર નહીં થતા કર્મચારીઓના પરિવાર મુશ્કેલીમાં મુકાયા છે.

અન્ય સમાચારો પણ છે...