વિધાનસભાની ચૂંટણી પૂર્વે આદિવાસી વિસ્તારમાં આદિવાસી મતદારોને રીઝવવા રાજકીય પાર્ટીઓ શક્તિ પ્રદર્શન કરી રહ્યા છે. આપ અને બિટીપી ના ગઠબંધન માં દિલ્હીના મુખ્ય મંત્રી કેજરીવાલ આવ્યા બાદ મુખ્ય મંત્રી ભૂપેન્દ્ર પટેલ સહિત રાજ્યોના ત્રણ મંત્રીઓ જનમેદની ને સંબોધશે અને સહાય વિતરણ કરશે.
ગુજરાતનાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ નર્મદા જિલ્લાના ડેડીયાપાડા ખાતેના એક કાર્યક્રમમાં કલસ્ટર ડેવલપમેન્ટ માટે 3 કરોડના લાભ વિતરણ- આદિવાસીઓને માલિકી લાભ વિતરણ તથા વાંસ આધારિત 4 કૌશલ્યવર્ધન કેન્દ્રોના લોકાર્પણ કરશે.સાથે સાથે તેઓ બામ્બુ રીર્સોસ ઓફ ગુજરાત’ પુસ્તક વિમોચન કરશે.
આ કાર્યક્રમમાં વનમંત્રી કિરીટસિંહ રાણા તથા રાજ્યમંત્રી જગદીશ વિશ્વકર્મા અને પદાધિકારીઓ, વરિષ્ઠ અધિકારીઓ પણ સહભાગી થવાના છે. રાજ્યના વન વિસ્તારો, આદિજાતિ વિસ્તારોમાં વસવાટ કરતા લોકોને કૌશલ્ય સંવર્ધન તાલીમથી સજ્જ કરીને વાંસ વિકાસ કેન્દ્રોમાં તૈયાર થતી બનાવટો, ચીજ વસ્તુઓને દેશ-વિદેશના બજારો સુધી પહોચાડવાનો પ્રયત્ન વન વિભાગે હાથ ધર્યો છે.
વાંસ આધારિત કૌશલ્યવર્ધન કેન્દ્રમાં બનાવાયેલા રૂરલ મોલ, વાંસ વર્કશોપ, આયુષ આરોગ્ય કુટિર તેમજ ડેડીયાપાડા તાલુકાની સ્થાનિક માતા-બહેનો દ્વારા સંચાલિત સાતપૂડા વન ભોજનાલય પણ ખુલ્લા મુકવાના છે.
કાર્યક્રમ માટે 4 ડોમ ઉભા કરાયા
ડેડિયાપાડા ખાતેના આ કાર્યક્રમમાં ગરમીનાં કારણે લોકોને રાહત મળે તે માટે સ્પ્રીંકલ અને પંખાની સુવિધા ધરાવતા 4 વિશાળ ડોમ બનાવવામાં આવ્યા, જેમાં 40 હજાર કરતા વધારે લોકો બેસી શકે તેવી વ્યવસ્થા છે.એક ડોમ 115 બાય 40 મીટરનો, બીજો ડોમ 270 બાય 40 મીટરનો, ત્રીજો પણ 270 બાય 40 મીટરનો અને ચોથો ડોમ 140 બાય 40 મીટરનો બનાવવામાં આવ્યો છે. ડોમ બનાવવામાં આવ્યો છે.
પાર્કિંગ માટે જ 9 સ્પોટ તૈયાર
આ કાર્યક્રમમાં ઉપસ્થિત જનમેદની માટે 93 હજાર સ્ક્વેર મીટરમાં 9 જેટલા પાર્કિંગ બનાવવામાં આવ્યા છે.જેમાં અંદાજીત 600 જેટલી બસો તેમજ 700 જેટલાં અન્ય વાહનો પાર્ક થઈ શકે તેવી વ્યવસ્થા છે.આ કાર્યક્રમમાં નર્મદા, છોટાઉદેપુર, ઉપરાંત માંડવી અને તાપી સહિત 5 જિલ્લાના 50 હજારથી વધુ આદિવાસી સમાજના લોકો ઉપસ્થિત રહેશે.
સુરક્ષા હેતુ 2000 પોલીસ પણ તૈનાત
ડેડીયાપાડામાં BTPના ધારાસભ્ય છે.અને BTP પ્રભુત્વ હોય વિરોધ થવાની શક્યતાઓ વધી જતી હોય નર્મદા જિલ્લા પોલીસ સહિત છોટાઉદેપુર, ભરૂચ, વડોદરા ગ્રામ્ય, સુરત ગ્રામ્યમાંથી પણ પોલીસ બોલાવવામાં આવી છે. એક રેન્જ આઈજી સહિત 4 SP સહિત 8 DySP 20થી વધુ PI, 40 પીએસઆઇ સહિત2000 જેટલા પોલીસ જવાનો અને હોમગાર્ડ, ટ્રાફિક ગાર્ડ સહિત સુરક્ષા સજ્જ કરી દેવાઇ છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.