અકસ્માત:ઢોલાર ગામ પાસે બે કાર વચ્ચે અકસ્માતમાં 3ને ઇજા પહોંચી

રાજપીપળાએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • રાજપીપળા પોલીસે એક કારના ચાલક વિરુદ્ધ ગુનો નોંધ્યો

નર્મદા જિલ્લાના નાંદોદ તાલુકાના ઢોલાર ગામ પાસે બે કાર વચ્ચે થયેલા અકસ્મતમાં ત્રણને ઇજા થઇ હતી અને બંને કાર ને નુકશાન થતાં ગુનો દાખલ થયો છે. પ્રાપ્ત માહિતી અનુસાર રાકેશ તડવી રહે.નસવાડી જી.છોટાઉદેપુર નાઓની ફરિયાદ મુજબ સોમાભાઇ માધવભાઇ વસાવા રહે ઢોલાર તા.નાંદોદ જી.નર્મદાએ પોતાના કબ્જાની ઇકો ગાડી પુરઝડપે ચલાવી લાવી તેમની સ્વીફટ ડીઝાઈરની સાથે એકસીડન્ટ કરી નયનાબેન,દિયાંગબેન અને પ્રાંજલબેનને નાની મોટી સાધારણ ઇજાઓ પહોંચાડી ગાડીને નુકશાન કરતા રાજપીપળા પોલીસે સોમાભાઈ વસાવા સામે ગુનો દાખલ કર્યો છે. અને વધુ તપાસ હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...