આયોજન:કેવડિયામાં આજે 24 યુદ્ધ વિમાનોથી કરતબો બતાવાશે

રાજપીપળાએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • વડાપ્રધાન નરેન્દ્ર મોદી રાષ્ટ્રજોગ સંબોધન કરશે

કેવડીયામાં આજે સોમવારે સવારે 8 વાગ્યાથી રાષ્ટ્રીય એકતા દિવસની ઉજવણીનો પ્રારંભ થશે. પીએમની હાજરીમાં એર શો સહિતના અનેકવિધ કાર્યક્રમો યોજાશે અને વડાપ્રધાન રાષ્ટ્રજોગ સંબોધન પણ કરશે. સરદાર વલ્લભભાઈ પટેલની જન્મ જયંતી નિમિત્તે રાષ્ટ્રીય એકતા દિવસ નિમિત્તે વડાપ્રધાન વિશ્વની સૌથી ઉંચી અને વિરાટ સરદાર પટેલની પ્રતિમાની ચરણવંદના કરી તેમને રાષ્ટ્ર વતી આદર અંજલિ આપશેભારતીય વાયુ સેનાની સૂર્યકિરણ ટીમ દ્વારા આ વખતે પ્રથમવાર 24 યુધ્ધ વિમાનો સાથેનો એર શો યોજાશે.

જેમાં સૂર્યકિરણ ટીમના વિશ્વપ્રસિધ્ધ અને અતિ કુશળ વિમાન ચાલકો આકાશમાં રોમાંચક અને દિલધડક હવાઇ કરતબોનું નિદર્શન કરાવશે. તે સમયે આકાશ મેઘધનુષી રંગોથી રંગાઈ જશે. ભારતીય સીમા સુરક્ષા દળ દેશની રેતાળ સરહદે સીમા રક્ષાની કપરી ફરજ બજાવે છે. તેમાં જવાનોની સાથે રણનું જહાજ ગણાતા ઊંટ બેડાની પણ ખૂબ જ અગત્યની ભૂમિકા છે. આ બેડાના શ્રેષ્ઠ અને કેળવાયેલા ઊંટો પહેલી જ વાર એકતા દિવસ પરેડમાં સહભાગી બનશે. રાષ્ટ્રીય એકતા દિવસની ઉજવણી માટે દેશભરના સુરક્ષા એજન્સીના જવાનો છેલ્લા એક સપ્તાહ ઉપરાંતથી રીહર્સલ કરી રહયાં છે.

અન્ય સમાચારો પણ છે...