નર્મદા જિલ્લાના તિલકવાડા અને ગરૂડેશ્વર તાલુકાના ચાર ગામોમાં શોષકુવા ( સામુહિક શોકપીટ) બનાવવાના કામમાં લાખો રૂપિયાની ગેરરિતિ થતાં ગરૂડેશ્વરના ટીડીઓ સહિત 24 આરોપીઓ સામે બે અલગ અલગ ફરિયાદ નોંધાવવામાં આવી છે. પોલીસ ફરિયાદ થતાંની સાથે આરોપીઓને ઝડપી પાડવા પોલીસે કચેરીઓ તથા નિવાસસ્થાનોએ તપાસ કરી હતી પણ આરોપીઓ મળી આવ્યાં ન હતાં.
સ્વચ્છ ભારત ગ્રામીણ મિશન અંતર્ગત દરેક ગામમાં શોષકુવા બનાવવાની કામગીરી કરવામાં આવી રહી છે પણ મીઠીવાવ, નાસરી, આમલીયા અને હિમંતપુરા ગામમાં શોષકુવા બન્યાં ન હોવા છતાં એજન્સીને નાણા ચુકવી દેવાયાં હતાં. ગાંધીનગરથી આવેલી ટીમની તપાસમાં સમગ્ર કૌભાંડ સામે આવતાં તિલકવાડા અને ગરૂડેશ્વર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવામાં આવી હતી.
તિલકવાડાના તાત્કાલિક ટીડીઓ ઘનશ્યામ પટેલ, ગરુડેશ્વરના ટીડીઓ આર.એન.રાઠવા સહિત 23 કર્મચારીઓ વિરુદ્ધ ફરિયાદ દાખલ થતાં ભ્રષ્ટાચારીઓમાં ફફડાટ ફેલાયો હતો. ફરિયાદ થયાના બીજા જ દિવસથી આ આરોપીઓ ફરાર થઈ ગયા હોવાનું જાણવા મળે છે. બીજી તરફ આરોપીઓએ આગોતરા જામીન મેળવવા માટે કોર્ટમાં અરજી કરી છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.