નર્મદા જિલ્લામાં અદાણી ફાઉન્ડેશન અને અદાણી વિલમર કંપનીના સંયુકત પ્રયાસથી સુપોષણ કાર્યક્રમ ની શરૂઆત 2018 રોજ કરવામાં આવી હતી. જેનો મુખ્ય હેતુ ગ્રામીણ વિસ્તારમાં રહેતા બાળકો, કિશોરીઓ અને માતાઓમાં આરોગ્ય અને પોષણ વિશેની જાગૃતિ તથા સુધાર લાવવાનો છે. આ પ્રોજેકટ અંતર્ગત અત્યાર સુધી પાંચ વર્ષથી નીચેના 42,000થી વધુ બાળકોને લાભ આપ્યો છે. જેને લઈને એક કેવડિયા એકતાનગર ખાતે રામડાં હોટેલ ખાતે વર્કશોપનું આયોજન કરવામાં આવ્યું હતું.
નર્મદાના પાંચ તાલુકાના 500થી વધુ ગામમાં આ જ જિલ્લાની 215 બહેનો સુપોષણ સંગીની તરીકે સઘન કામગીરી કરી રહી છે. આ બહેનો ની ગામમાં આગવી ઓળખ ઉભી થાય તે હેતુથી તેઓને ટેબલેટ, વજન અને ઊંચાઇના સાધનો, સલાહ માર્ગદર્શન માટે ચિત્રો સાથે પોષણ અને સ્વાસ્થ્ય વિષયક સરળ ભાષામાં સમજ આપી શકે તેવું IEC મટીરીયલ તેમની સાથે હોય છે.
અત્યાર સુધી નર્મદા જીલ્લામાં 42,405 બાળકોને પોષણના વિવિધ માપદંડના આધારે ચકસ્યા છે. એ પૈકી 3,000થી વધુ બાળકો અતિ કૂપોષિત મળી આવ્યા છે. એ 3,000 પૈકી પણ 1600 જેટલા બાળકોને તો બાળ સંજીવની કેન્દ્રમાં વધુ દેખરેખ અને સારવાર માટે મોકલવામાં આવ્યા છે. અત્યારસુધી 23,086 બાળકોને કુપોષણમાથી સ્વસ્થ થયા છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.