નર્મદા જિલ્લામાં મેઘ તાંડવ:12 કલાકમાં 20 ઈંચ વરસાદ ખાબક્યો; કરજણ નદીમાં પૂરની સ્થિતિ, અનેક ગામો સંપર્ક વિહોણા; લોકોને સલામત સ્થળે ખસેડાયા

2 મહિનો પહેલા

નર્મદા જિલ્લામાં 4 દિવસથી પડી રહેલા ધોધમાર વરસાદને કારણે જિલ્લામાં પુરની પરિસ્થિતિ નિર્માણ પામી છે. આજે પણ ગામડાઓ સંપર્ક વિહોણા બન્યા છે, અને કરજણ ડેમ પણ ઓવરફ્લો થતા નર્મદાના 7 અને ભરૂચના 12 ગામોને હાઈ એલર્ટ પર મુકવામાં આવ્યા છે. અહીં 12 કલાકમાં 20 ઈંચ વરસાદ ખાબક્યો છે અને તેના કારણે ઘણાં ગામો સંપર્ક વિહોણા બન્યા છે.

નદીઓ ઉપરના પુલ તૂટતા ગામોના સંપર્ક તૂટ્યા છે
નદીઓ ઉપરના પુલ તૂટતા ગામોના સંપર્ક તૂટ્યા છે

નર્મદા જિલ્લામાં જ્યાં જુવો ત્યાં પાણી જ પાણી દેખાઈ રહ્યું છે. જેને કારણે જનજીવન પર મોટી અસર પડી છે. કરજણ ડેમમાંથી 2 લાખ 50 હજાર ક્યુસેક પાણી છોડાતા અનેક વિસ્તારો પાણીમાં ગરકાવ થઈ ચૂક્યા છે. ખેડૂતોના ઉભાપાકને કરોડો રૂપિયાનું નું નુકસાન થયું છે. કરજણ નદી પાસે આવેલ તલકેશ્વર મહાદેવ મંદિરે આજે મંદિરે જલસમાધી લઈ લીધી છે.

રસ્તાઓ પર ઘૂંટણસમા પાણી ભરાયા હતા
રસ્તાઓ પર ઘૂંટણસમા પાણી ભરાયા હતા

કેટલાય ગામોનો સંપર્ક તૂટ્યો
જિલ્લામાં આજે પણ ડેડીયાપાડા અને સાગબારાના 12થી 15 ગામો સંપર્ક વિહોણા થયા છે. જેમાં, ગરડા, ખામ, ભૂતબેદા, મંડાણ, ખાબજી, તાબદા, મોવી, મોઝદા, તરાવ નદી, ડુમખલ ગામ,દેવનદી,આ ડેડીયાપાડા પાસે આવેલ ગામોનો સમાવેશ થાય છે. સાગબારામાં ચોપડવાવ સહિત મહારાષ્ટ્ર સાથે જોડાયેલ 8 ગામો
મોટીદેવરૂપણ ,પાચપીપલી,ઉભરીયા,બોરફળી સહિત ગામોને અસર પહોંચી છે.

કરજણ નદીમાં 2 લોકોની શોધખોળ NDRFની ટીમે હાથ ધરી છે
કરજણ નદીમાં 2 લોકોની શોધખોળ NDRFની ટીમે હાથ ધરી છે

NDRFની ટીમે રેસ્કયૂ કાર્ય હાથ ધર્યુ
નર્મદા જિલ્લામાં ભારે વરસાદથી સર્જાયેલી પરિસ્થિતિમાં NDRF અને SDRF ટીમે રાજપીપલામાં 25 લોકોને રેસ્ક્યુ કર્યા છે. સાથે જ કરજણ નદીના પાણીમાં તણાઈ ગયેલી બે વ્યક્તિઓને શોધવાની કામગીરી શરુ કરી છે.

અન્ય સમાચારો પણ છે...