દારૂની બેફામ હેરાફેરી:રાજપીપળા ચોર્યાસીની વાડી પાસેથી અંગ્રેજી દારૂ સાથે 2 મહિલા બુટલેગરની ધરપકડ, એક વોન્ટેડ

નર્મદા (રાજપીપળા)2 મહિનો પહેલા
  • કૉપી લિંક

નર્મદા જિલ્લાના વડા મથક રાજપીપળામાં આવેલી ચોર્યાસીની વાડી નજીક અંગ્રેજી દારૂનો ધંધો કરતા મહિલા બુટલેગર સહિત બે ને દારૂના મુદ્દામાલ સાથે રાજપીપળા પોલીસે ઝડપી લીધા હતા જ્યારે એકને વોન્ટેડ જાહેર કર્યો છે.

પ્રાપ્ત માહિતી મુજબ નર્મદા પોલીસ અધિક્ષક પ્રશાંત સુંબેની સૂચનાથી દારૂના દુષણને ડામવા ચેકીંગ હાથ ધરવા સૂચના આપતા રાજપીપળા ટાઉન પીઆઇ જે.કે.પટેલ ને રાજપીપળા શહેર વિસ્તારમાં વિદેશી દારૂ ની હેરફેર કરતા હોવાની પોલીસે બાતમીના આધારે રાજપીપળા ટાઉન પીઆઇ જે.કે.પટેલના માર્ગદર્શન હેઠળ ટાઉન પોલીસની ટીમે ચોર્યાસીની વાડી નજીક રહેતા રેખાબેન અને નવીનભાઈ માછીને દારૂ અને બીયરના રૂપિયા 28,520નાં જથ્થા સાથે ઝડપી લીધા હતા. જ્યારે નીતિન નવીનભાઈ માછી ને વોન્ટેડ જાહેર કરી ત્રણેય સામે ગુનો દાખલ કર્યો છે.

અન્ય સમાચારો પણ છે...