એલસીબીએ દબોચ્યાં:નર્મદા બટાલિયનના 2 જવાનો દારૂની ખેપ મારતાં ઝડપાયાં

રાજપીપળાએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • મધ્યપ્રદેશથી દારૂ લાવતી વેળા એલસીબીએ દબોચ્યાં

હોળીના તહેવાર માં વધુ રોકડી કરવા બુટલેગરો તો સક્રિય થઇ ગયા હતા પરંતુ નર્મદા બટાલિયન SRP જૂથ 18 માં ફરજ બજાવતા અને SRP સ્ટાફ ક્વાટરમાં રહેતા બે જવાનો વિદેશી દારૂની હેરાફેરીમાં ઝડપાયા છે.

કેવડિયા SRP ગ્રુપ કેમ્પ ક્વાટરમાં રહેતા અને મૂળ ભાવનગર ઘોઘા તાલુકાના ગુંદી ગામના અર્જુનસિંહ અનુપસિંહ ગોહીલ અને વરશનભાઈ તેરસિંગ ભાઈ રાઠવા વિદેશી દારૂની હેરાફેરી કરતા હોવાની બાતમી એલસીબીને મળી હતી. પીઆઇ જગદીશ ખાંભલાના માર્ગદર્શન હેઠળ પોલીસે વોચ ગોઠવી હતી. દરમિયાન સમશેરપુરા કેનાલ પાસે બંને જવાનોની કારને રોકીને તલાશી લેવામાં આવી હતી. કારમાંથી વિદેશી દારૂની બોટલો મળી આવી હતી. પોલીસે કાર સહિત 2.50 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો છે.

બંને એસઆરપી જવાનો મધ્યપ્રદેશના અલી રાજપુરના સેંઢવા તાલુકાના વખતઘઢ ગામના ઇબ્રાહિમ ગુલાબસિંહ ચૌહાણ પાસેથી દારૂનો જથ્થો લાવ્યાં હોવાની કબુલાત કરી હતી. પોલીસે ઇબ્રાહિમ ચૌહાણને વોન્ટેડ જાહેર કર્યો છે. જવાનોએ અગાઉ કેટલી વખત દારૂની ખેપ મારી છે અને દારૂ કોને આપતાં હતાં તેની પણ તપાસ થવી જરૂરી છે.

અન્ય સમાચારો પણ છે...