નર્મદા પોલીસના પ્રશાંત સુંબે, પોલીસ અધિક્ષકે જિલ્લામાં બનતા મિલ્કત સબબ અનડીટેક્ટ ગુનાઓને ડીટેક્ટ કરવાની સુચના અને માર્ગદર્શનના અનુસંધાને જે.બી.ખાંભલા, પોલીસ ઇન્સ્પેક્ટર LCBએ જિલ્લામાં બનતા અનડીટેક્ટ મિલ્કત સબબ ગુનાના કામે ખાનગી બાતમીદારથી બાતમી મેળવવા તજવીજ હાથ ધરી હતી. જે અંતર્ગત બે ઇસમોને ચોરીના કેસમાં પકડવામાં આવ્યા હતાં.
ઝટકા મશીન તથા સોલર પ્લેટની ચોરી
આ દરમ્યાન બાતમી હકીકત મળેલી કે, રૂઢ ભીલવાડા ગામે રહેતા સંદિપ અને સુરેશ નામના ઇસમોએ કોઇ જગ્યાએથી ઝટકા મશીન તથા સોલર પ્લેટની ચોરી કરેલ છે. વેંચાણની ફીરાકમાં હોય જે ચોક્કસ બાતમી આધારે LCB સ્ટાફના પોલીસ માણસો દ્વારા વોચ તેમજ પેટ્રોલીંગ કરી આ ઇસમોને શોધી તપાસ કરવાનું જણાવતાં LCB સ્ટાફના પોલીસ માણસોને રૂંઢ ભીલવાડા ગામે જઇ તપાસ કરવા મોકલ્યા હતાં. રાજપીપળા તરફ બે ઇસમો પ્લાસ્ટીકના મીણીયા કોથળામાં શંકાસ્પદ વસ્તું લઇ જતાં હતાં.
કોથળામાંથી સોલર પ્લેટ મળી
આ ઇસમોને પકડી તેમનું નામ પુછતાં સંદિપ ઉર્ફે ધાસતેલ કાંતીલાલ વસાવા તથા સુરેશ ઉર્ફે ઇલો પાંચીયા વસાવા બન્ને નાંદોદ તાલુકાના રૂંઢ ભીલવાડા મોરા ફળીયાના રહેવાસી હોવાનું જણવા મળ્યું હતું. આ બંને ઇસમો પાસેથી મીણીયા કોથળામાં તપાસ કરતાં સોલર પ્લેટ મળી આવી હતી.
આરોપીઓ વિરુધ કાર્યવાહી હાથ ધરી
આ બાબતે તેમની વિશેષ પુછપરછ કરતાં તેમણે આ સોલર પ્લેટ તથા ઝટકા મશીન તથા ડ્રમની ધાનપુર ગામેથી ચોરી કર્યાની કબુલાત કરતાં તેમને તેમના ઘરે લઇ જતાં તેમણે આ ચોરીમાં ગયેલી વસ્તુઓ બતાવી ત્યારે પોલીસે ઝાટકા મશીન, બેટરી, સોલર પ્લેટ મળી કુલ કિ.રૂ. 7 હજાર, પ્લાસ્ટીકનું ડ્રમ કિ.રૂ. 500 મળી કુલ કિં રૂપિયા સાડા સાત હજારનો મુદ્દામાલ જપ્ત કરી બંને આરોપીઓ વિરુદ્ધ કાર્યવાહી હાથ ધરી હતી.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.