• Gujarati News
  • Local
  • Gujarat
  • Narmada
  • 19 year old Youth From Tilakwada Hill Village Missing For 22 Days, Family Searching From Village To Village, Appeal To District Superintendent Of Police For Help

પરિવારના પોલીસ સ્ટેશને ધક્કા:તિલકવાડાના પહાડ ગામનો 19 વર્ષીય યુવક 22 દિવસથી ગુમ, પરિવાર ગામેગામ શોધી રહ્યો, જિલ્લા પોલીસ અધિક્ષકને મદદ માટે અપીલ

નર્મદા (રાજપીપળા)13 દિવસ પહેલા
  • કૉપી લિંક
ગુમ થયેલ યુવકનો ફાઈલ ફોટો - Divya Bhaskar
ગુમ થયેલ યુવકનો ફાઈલ ફોટો
  • જિલ્લા પોલીસ અધિક્ષકને મદદ કરવા અપીલ, રજૂઆત કરી દીકરો શોધી આપવા માંગ

તિલકવાડાના પહાડ ગામે રહેતા જગદીશભાઈ બારીયા ખેતી કામ કરી પોતાના પરીવારનું ગુજરાન ચલાવે છે. જેમના બે સંતાનો પૈકી મોટો 19 વર્ષીય દીકરો યુવરાજ જગદીશભાઇ બારીયા ગત 7 જુલાઈ 22 ના રોજ સાંજે આઠ વાગ્યાના ગાળામાં ઘરેથી કામે જાઉં છું એમ કહીને ઘરેથી નીકળેલો. પરંતુ.મોડી રાત સુધી ઘરે પરત ન ફરતા પરિવારે શોધખોળ આદરી હતી.

શોધખોળના પગલે યુવક તેના મિત્ર જગદીશ ચીમનભાઈ પરમાર સાથે રાત્રીના ગામોડ અને લાવપુરા ગામ તરફ ગયા હોવાની વાત બહાર આવી હતી. હું મારા મિત્રને મળીને આવું છું. તું અહીં સ્ટેન્ડ ઉપર ઉભો રહે કહી યુવરાજ ગયો પરંતુ રાત્રે દોઢ બે વાગ્યાનો સમય થઇ ગયેલ હોય મિત્ર પરત ઘરે આવી ગયો ત્યારથી આ યુવરાજ ગુમ છે. ત્યારે આ પરિવારનો યુવાન દીકરો રહસ્યમય સંજોગોમાં ગુમ થયેલો હોવાથી તેની તપાસ માટે પરિવાર પોલીસ સ્ટેશનોના ધક્કા ખાઈ રહ્યા છે. જેથી હવે પોલીસ અધિક્ષક, નર્મદાના દ્વાર ખખડાવી પોતાના દીકરાની ભાળ કાઢવા માંગ કરી રહ્યા છે.

આ બાબતે જગદીશભાઈ બારીયા એ પોલીસ અધિક્ષક નર્મદા, ડીવાયએસપી કેવડિયા, તિલકવાડા પોલીસ સ્ટેશન તમામ જગ્યા એ લેખિત અરજી આપી પોતાના યુવરાજને શોધવા આજીજી કરી રહ્યા છે. હવે આ યુવરાજ 22 દિવસથી ગુમ છે. તો કોઈએ બંધી બનાવી રાખ્યો છે. કે કોઈ પ્રેમ સંબંધની વાત છે. કે પછી જાતે ભાગી ગયો છે આવી અનેક બાબતો ચર્ચાનો વિષય બન્યો છે. તેના પિતાએ પોલીસને આપેલી અરજીમાં પ્રેમ સંબંધ વાત કરી છે. તો એ ભાગી ગયો છે કે શું? જો પોલીસ તપાસ કરે તો આ યુવાનની ભાળ મળી શકે અને તેના રહસ્યમય રીતે ગુમ થવાની વાત પરથી પોલીસ જ પડદો ઊંચકી શકે તેમ છે.

અન્ય સમાચારો પણ છે...