તપાસ:રાજપીપળાની શિક્ષિત મહિલાના ખાતામાંથી 16 લાખ ઉપાડી લીધાં

રાજપીપળા13 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • ફોન પે ચાલુ કરવા માટે ફોન કરતાં ગઠિયાઓનો શિકાર બની

રાજપીપળા શહેરમાં પોલીસ દ્વારા સતત સાઇબર ક્રાઇમ બાબતે જાગૃતિ લાવવા પ્રયત્ન થઈ રહ્યા છે. છતાં કેટલાક લોકો હજુ તેનો ભોગ બને છે જેમાં એક મહિલાના ખાતામાંથી ગઠિયાઓએ 16 લાખ રૂપિયાની માતબર રકમ ઉપાડી લીધી છે.

રાજપીપલાના શ્રીરામ બંગલોઝમાં રહેતા હેતલબેન તડવીના મોબાઇલમાં ફોન પે નામની એપ્લીકેશન ઇન્સટોલ કરવામાં આવી હતી. પણ ફોન પે બંધ થઇ જતાં તેમણે ગુગલ પર કસ્ટરમર કેરનો નંબર સર્ચ કર્યો હતો. કસ્ટમર કેરમાં કરેલાં નંબર પર તેમણે ફરિયાદ લખાવી હતી. કસ્ટમર કેર પર વાતચીત દરમિયાન સામેવાળા વ્યકતિએ જે વિગતો પૂછી તે તમામ મહિલાએ આપી દીધી હતી. કસ્ટમર કેર માં ફોન કર્યો હોય ફોન પેના કસ્ટમર કેર પર વાત ચાલે છે તેમ તેઓ સમજ્યાં હતાં પણ સામે છેડે વાત કરનાર વ્યકતિ ગઠિયો હતો.

ભેજાબાજે મહિલાના મોબાઇલમાં એની ડેસ્ક નામની એપ્લીકેશન ઇન્સટોલ કરાવી હતી. એસ.બી.આઇ.બેંકમાં એકાઉન્ટ તથા જોઇન્ટ એકાઉન્ટ જે ફોન પે સાથે કનેકટ હોય એની માહિતી મેળવી મહિલાનો મોબાઈલ જાતે ઓપરેટ કરી તેમના બન્ને બેંક એકાઉન્ટમાંથી કુલ રૂપિયા 16 લાખ ઉપાડી લીધા. બેંકના ધડાધડ નાણાં ઉપાડવા નો મેસેજ આવતા છેતરપિંડી થયાની અનુભૂતિ થતા મહિના પગ નીચેથી.જમીન સરકી ગઈ હતી. અંતે મહિલાએ રાજપીપલા પોલીસ સ્ટેશનમાં અજાણ્યા યુવાન સામે ફરિયાદ નોંધાવતાં પોલીસે મામલામાં ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

લોકોએ છેતરપિંડીથી બચવા જાગૃત થવું પડશે
ઇન્ટરનેટનો વ્યાપ વધીગયો છે ત્યારે ઓનલાઇન ફ્રોડના કિસ્સાઓ પણ વધી ગયાં છે.સાંપ્રત સમયમાં પોલીસ વિભાગ તરફથી જનજાગૃતિ સેમીનાર યોજવામાં આવે છે તેમ છતાં લોકો ગઠિયાઓની જાળમાં ફસાઇ જતાં હોય છે.

અન્ય સમાચારો પણ છે...