• Gujarati News
  • Local
  • Gujarat
  • Narmada
  • 16 Lakhs Cheated By Turning On Phone Pay With A Woman; Isom Caught Selling Chinese Cord; A Quantity Of English Liquor Was Seized From The Village Of Wadaj

રાજપીપળા ક્રાઈમ ન્યૂઝ:મહિલા ફોન પે ચાલુ કરાવા ગઈને 16 લાખની છેતપીંડી; ચાઇનીઝ દોરીનું વેચાણ કરતા ઇસમો ઝડપાયા; વાડેજ ગામેથી અંગ્રેજી દારૂનો જથ્થો ઝડપાયો

નર્મદા (રાજપીપળા)17 દિવસ પહેલા
  • કૉપી લિંક

રાજપીપળા શહેર પોલીસ દ્વારા સતત સાઇબર ક્રાઇમ બાબતે જાગૃતિ લાવવા પ્રયત્ન થઈ રહ્યા છે. છતાં કેટલાક લોકો હજુ તેનો ભોગ બને છે. જેમાં હાલ એક મહિલા ભોગ બની છે. જેના એકાઉન્ટમાંથી મોટી રકમ ઉપડી જતા પોલીસ ફરિયાદ નોંધાઇ છે. જ્યારે બીજી બાજુ ચાઈનીઝ દોરીનું વેચાણ કરતો એક શખ્સ અને નર્મદાના વડજ ગામેથી 1 લાખ 68 હજારના મુદ્દામાલ સાથે વિદેશી દારૂના વેચાણ કરતા શખ્સને પોલીસે પકડી પાડ્યા.

મહિલા ફોન પે ચાલુ કરાવા ગઈ અને 16 લાખ ઉપડી ગયા
પોલીસ સૂત્રો પાસેથી મળતી માહિતી અનુસાર, રાજપીપળાના શ્રીરામ બંગલોઝમાં રહેતા હેતલબેન તડવી નામના મહિલાના મોબાઇલ ફોનમાં ફોન પે બંધ થઈ ગયુ હતુ અને તેઓ પૈસા ટ્રાન્ફર કરવા માટે ફોન પેની જરૂરિયાત હતી. જેથી ફોન પે ચાલુ કરવા ગુગલ ઉપરથી ફોન પે કસ્ટમર નંબર મેળવી જેના ઉપર ફોન કરી મારુ ફોન પે ચાલુ કરવાનું છે. એવી કમ્પ્લેન લખાવવા ફોન કરતા સાઇબર ક્રાઈમ માટે તાકીને બેઠેલા ભેજાબાજોનો આ મહિલા સાથે ટેલિફોનિક સંપર્ક થઈ ગયો હતો. કસ્ટમર કેરમાં ફોન કર્યો ત્યારે ફોન પેના કસ્ટમર કેર પર વાત ચાલે છે, એમ સમજી મહિલાએ સામે વાળાએ જે માહિતી માંગીએ સામેથી આપી. ભેજાબાજે જણાવેલ કે એનીડેક્ષ એપ્લીકેશન ડાઉનલોડ કરવી પડશે. એસ.બી.આઇ. બેંકમાં એકાઉન્ટ તથા જોઇન્ટ એકાઉન્ટ જે ફોન પે સાથે કનેક્ટ હોય એની માહિતી મેળવી એનિડેક્ષ એપ દ્વારા મહિલાનો મોબાઈલ જાતે ઓપરેટ કરી તેમના બંને બેંક એકાઉન્ટમાંથી કુલ રૂપિયા 16 લાખ ઉપાડી લીધા. બેંકના ધડાધડ નાણાં ઉપાડવાનો મેસેજ આવતાં છેતરપિંડી થયાની અનુભૂતિ થતા મહિલાના પગ નીચેથી જમીન સરકી ગઈ. અંતે મહિલાએ રાજપીપળા પોલીસ સ્ટેશનમાં આ અજાણ્યા યુવાન સામે વિશ્વાસઘાત કરી છેતરપિંડી આચરી ગુન્હો કર્યો હોવાની રાજપીપળા પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.

ચાઇનીઝ દોરીનું વેચાણ કરતા ઇસમો ઝડપાયા
પોલીસ અધિક્ષક નર્મદા પ્રશાંત સુંબેએ હાલમાં ઉત્તરાયણ પર્વ નિમીતે જિલ્લામાં ગેરકાયદેસર ચાઇનીઝ દોરીના વેચાણ તેમજ સંગ્રહ કરતા ઇસમોને શોધી કાઢી કાયદેસરની કાર્યવાહી કરવાની સુચના આપી હતી. જે સબબ જે.બી.ખાંભલા, પોલીસ ઇન્સ્પેક્ટર એલ.સી.બી. નર્મદાએ એલ.સી.બી. સ્ટાફના પોલીસ માણસોને ચાઇનીઝ દોરી તેમજ તુક્કલો વેચાણ કરતા ઇસમો ઉપર વોચ ગોઠવી ઝડપી પાડ્યા હતા. કાયદેસરની કાર્યવાહી કરવાની સુચનાના અનુસંધાને તિલકવાડા પોલિસ સ્ટેશન વિસ્તારના દેવલીયા ખાતે ચીકન સેન્ટરની બાજુમાં આવેલ પતંગ-દોરાની દુકાને એક ઇસમ ગેરકાયદેસર ચાઇનીઝ દોરી વેચતો હોવાનું ખાનગી બાતમીદારથી બાતમી હકીકત મળી હતી. જે આધારે તિલકવાડા પોલિસના દેવલીયા ચોકડી ખાતે એલ.સી.બી. સ્ટાફ દ્વારા બાતમીવાળી જગ્યાએ રેડ કરતા દુકાનની ચેકીંગ તેમજ ઝડતી તપાસ કરતાં ચાઇનીઝ દોરીના રીલ કુલ-8 કિં.રૂ. 4000નો જથ્થો મળી આવ્યો હતો. તિલકવાડાના અલ્વા ગામના યોગેશ ભાયલાલ તડવીને ગેરકાયદેસર ચાઇનીઝ દોરીના વેચાણ અંગે પુછપરછ કરતા તેણે આ ચાઇનીઝ દોરી અલ્વા ગામના જ કાશીરામ કાનજી તડવીએ વેચાણ અર્થે આપી હતી. જેથી વેચાણ આપનારને વોન્ટેડ જાહેર કરી આરોપી યોગેશ ભાયલાલ તડવીને ગેરેકાયદેસર ચાઇનીઝ દોરી વેચાણ કરવા તથા કલેક્ટરના જાહેરનામાના ભંગ કરવા બદલ કાયદેસરની કાર્યવાહી કરી તિલકવાડા પોલીસ સ્ટેશનમાં ગુનો રજીસ્ટર કરવામાં આવ્યો છે.

તિલકવાડાના વાડેજ ગામેથી અંગ્રેજી દારૂનો જથ્થો ઝડપાયો
પ્રાપ્ત માહિતી અનુસાર, તિલકવાડા તાલુકાના વડજ ગમામાંથી પોલીસે બાતમીના આધારે કરણભાઇ ગોપાલભાઇ તડવીએ પોતાના કબ્જાની ભુરા કલરની યામાહા કંપનીની R1-5ની ઉપર ઈંગ્લીશ દારૂ 750 એમ.એલ.ના પ્લાસ્ટીકના હોલ નંગ 30 જે 12 હજારનો મુદ્દામાલ સાથે પકડાયો હતો. તેમજ તેની મોટરસાયકલ પાછળ બેઠેલ નાશી જનાર શૈલેષભાઇ જેન્તીભાઇ તથા બીજો મોટરચાલક નાશી જનાર સીંધાભાઇ ડુંગરા ભીલ અને તેની પાછળ બેઠેલ નાશી જનાર હિતેશભાઇ ઘનશ્યામભાઇ તડવીની બાઈક પર મુકેલ ઇંગ્લીસ દારૂ 180 એમ.એલ.ના પ્લાસ્ટીકના ક્વાર્ટર નંગ. 96 કિં. 9 હજાર 600 રૂપિયા તથા ઈંગ્લીશ દારૂ 500 એમ.એલ.ના ટીન બિયર નંગ-72 કિં. 7 હજાર 200 રૂપિયાનો મુદ્દામાલ મળી આવ્યો. કુલ ઈંગ્લીશ દારૂની કિં. 28 હજારનો તથા મોટરસાયકલ એકની કિં. 70 હજાર તથા બીજી મોટરસાયકલની કિં. 70 હજારની ગણી કુલ કિં.રૂ. 1લાખ 68 હજાર 800 રૂપિયાનો મુદ્દામાલ પકડી પાડી ગુનો દાખલ કાર્યો છે.

અન્ય સમાચારો પણ છે...