રાજ્ય સરકારના રમત ગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃતિઓ વિભાગ દ્વારા આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત જિલ્લા રમત ગમત અધિકારીની કચેરી, નર્મદાના ઉપક્રમે ભરૂચના સાંસદ મનસુખ વસાવાના હસ્તે 11 મો ખેલ મહાકુંભ દક્ષિણ ઝોનકક્ષાની હેન્ડબોલ ભાઈઓ બહેનો-વોલીબોલ બહેનોની સ્પર્ધાને રાજપીપલાની છોટુભાઈ પુરાણી વ્યાયામ વિદ્યાલય ખાતે દિપપ્રાગટ્ય દ્વારા ખૂલ્લી મુકાઈ હતી. સાંસદ મનસુખભાઇ વસાવાએ સુરત ગ્રામ્ય અને નવસારીની હેન્ડબોલ ભાઇઓની સ્પર્ધાનો અને રાજપીપલા નગરપાલિકાના પ્રમુખ કુલદીપસિંહ ગોહિલે બહેનોની વોલીબોલ સ્પર્ધાનો ટોસ ઉછાળી રમતની શરૂઆત કરાવી રમતરમતવીરોનો પ્રોત્સાહિત કર્યા હતાં.
આ બંને સ્પર્ધામાં રમતવીરોએ પુરી ખેલદિલીથી ભાગ લીધો હતો. જેમાં 8 જિલ્લાની 12 જેટલી ટીમો સહભાગી બની હતી.દક્ષિણ ઝોન કક્ષાની હેન્ડબોલ, વોલીબોલ ટૂર્નામેન્ટ સ્પર્ધામાં દક્ષિણઝોનમા આવતા નવસારી, તાપી, સુરત ગ્રામ્ય, સુરત શહેર, વલસાડ, ડાંગ, ભરૂચ અને નર્મદા જિલ્લાઓની વિજેતા ટીમનાં (હેન્ડબોલ ભાઈઓ/ બહેનો અને વોલીબોલ બહેનો) ખેલાડીઓ 17 થી 23 મેં 22 સુધી સ્પર્ધામાં ભાગ લેશે.
જેમાં અંડર -14, 17 અને ઓપન એજ ગૃપની સ્પર્ધાઓ રમાડવામાં આવશે.આ પ્રસંગે સિનીયર કોચ વિષ્ણુ વસાવા, રાજપીપલા પાલિકાના પ્રમુખ કુલદીપસિંહ ગોહિલ, ગુજરાત વ્યાયામ પ્રચારક મંડળના મહામંત્રી કરણસિંહ ગોહિલ, છોટુભાઈ પુરાણી ડીગ્રી કોલેજના પ્રાચાર્ય કે. જે. ગોહિલ, જિલ્લા યુવા વિકાસ અધિકારી પી. એ. હાથલીયા સહિત ખેલાડીઓ ઉપસ્થિતિ રહ્યા હતા.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.