મતદાન અંગેની જાગૃતિ લાવવા અનોખો પ્રયાસ:સાગબારાના આંતરિયાળ ગામોમાં 122 બુથો ફરી EVM અને VV PADનું નિદર્શન કરી લોકોને સમજૂતી આપવામાં આવી

નર્મદા (રાજપીપળા)22 દિવસ પહેલા
  • કૉપી લિંક

નર્મદા જિલ્લા કલેક્ટર અને મુખ્ય જિલ્લા ચૂંટણી આધિકારીની સૂચના અને માર્ગદર્શન હેઠળ સાગબારા તાલુકામાં હાલ મામલતદાર તરીકે ફરજ બજાવતા રણજીતસિંહ મકવાણાની કામગીરીની ખુબ પ્રશંસા થઇ રહી છે. તેમની આગેવાનીમાં સાગબારા મામલતદાર કચેરીની આખી ટીમ દોડી રહી છે અને આગામી વિધાન સભાની ચૂંટણીમાં સૌથી વધુ મતદાન થાય એમાં તે એક જાગૃતિ યાત્રાનું પણ આયોજન કરીને રોજ એક બે બુથ ફરીને EVM અને VV PADનું નિદર્શન કરી લોકોને સમજૂતી આપી મતદાન કરવા પ્રેરિત કરી ફરજ સમજાવી રહ્યા છે.

મામલતદાર રણજીતસિંહ મકવાણાએ સાગબારાના 122 બુથો ફરી આ કામગીરી કરવાનો એક્શન પ્લાન પણ બનાવ્યો છે. જેઓ 5 સપ્ટેમ્બરથી લઈને 31 સપ્ટેમ્બર સુધી ફરશે. આ સાથે સાગબારાના 85,114 મનતદારોનું આધારકાર જોડે ચૂંટણી કાર્ડ લીંક કરવાની કામગીરીમાં સાગબારા તાલુકો સૌથી આગળ નર્મદા જિલ્લામાં છે. સેવા સેતુની કામગીરી પણ ખુબ ઉત્તમ કરી કર્મચારીઓ પણ ખુબ દોડી દોડીને ઉત્સાહભેર કામગીરી કરી રહ્યા છે.

સાગબારા કેલ-1 ગામની પ્રાથમિકશાળાના મુખ્ય શિક્ષક અને સાગબારા તાલુકા પ્રાથમિક શિક્ષક સંઘના પ્રમુખ કલ્પેશ તડવીએ જણાવ્યું હતું કે, તાલુકામાં કોઈ મામલતદરની આવી કામગીરી પહેલી વાર જોઈ તેઓ ખુબ સેવા ભાવિ અને ધગસથી કામ કરી રહ્યા છે. હવે તાલુકાના 122 બુથો ફરી મતદારોને પોતાના મત આધિકારનો ઉપયોગ કરવા સમજૂતી આપે મત કેવી રીતે આપવો એની પણ આ તાલુકાના આદિવાસી મતદારોને આપે અને ચૂંટણી કાર્ડ મતદાર યાદીની કામગીરી પણ ખુબ ઝડપથી કરી રહ્યા છે. 90 ટકા કામગીરી તેમને આધારકાર્ડ લિંકની કામગીરી કરી છે. આ તો વાત ચૂંટણી લક્ષી થઇ પરંતુ પ્રાથમિક શાળાઓમાં બાળકોને જરૂરી શિક્ષણ સાધનો મેડિકલ કેમ્પ ભોજન પોતાના ખર્ચે કરાવી બાળકોને જરૂરી વસ્તુઓ પણ પુરી પાડે છે. આવા કર્મઠ અને સેવાભાવી આધિકારી પહેલી વાર જોયા છે.

અન્ય સમાચારો પણ છે...