કાર્યવાહી:બોટાદ લઠ્ઠાકાંડ બાદ નર્મદામાં 48 કલાકમાં 105 કેસ નોંધાયાં

રાજપીપળા11 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • નર્મદામાં સાત મહિનામાં પ્રોહિબિશનના 1,881 ગુના નોંધાયા

બોટાદમાં લઠ્ઠાકાંડ બાદ રાજયભરમાં પોલીસ દેશી દારૂની ભઠ્ઠીઓ શોધી તેનો નાશ કરવામાં લાગી છે. નર્મદા જિલ્લામાં પણ પોલીસે 48 કલાકમાં જ પ્રોહીબીશનના 105 જેટલા કેસો કર્યા છે. બોટાદમાં લઠ્ઠાકાંડમાં 50થી વધારે માનવ જીંદગીઓનો ભોગ લેવાય ચુકયો છે. બીજા કોઇ સ્થળે લઠ્ઠાકાંડ ન થાય તે માટે રાજયભરની પોલીસ બુટલેગરો પર તવાઇ બોલાવી રહી છે. ખાસ કરીને દેશી દારૂના બુટલેગરો પોલીસની રડારમાં આવી ગયાં છે.

છેલ્લા 48 કલાકમાં નર્મદા પોલીસ દ્વારા કુલ-105 થી પણ વધુ પ્રોહીબીશના કેસો શોધી કાઢી દારૂને લગતી સાધનસામગ્રી કબજે કરી બુટલેગર્સની ધરપકડ કરવામાં આવી છે. ચાલુ વર્ષના સાત મહિના દરમિયાન પ્રોહીબીશનના 1,881 કેસ કરાયાં છે. જેમાં વિદેશી દારૂના 146 તથા દેશી દારૂના 1,139 કેસ કરાયાં છે. આ ઉપરાંત ભઠ્ઠીના-162 તથા અન્યના 434 કેસ દાખલ કરવામાં આવ્યાં છે..બુટલેગર્સ ઉપર વોચ તથા ખાનગી બાતમીદારોથી બાતમી હકીકત મેળવી રેઇડો કરી તેમની આવી પ્રવૃતિને નેસ્તો નાબુદ કરવાની કામગીરી એસપી પ્રશાંત સુંબેના માર્ગદર્શન હેઠળ કરવામાં આવી રહી છે. નર્મદા જીલ્લો મોટાભાગે આદિવાસી જીલ્લો હોવાના કારણે પ્રજામાં જાગૃતિ લાવવા સારૂ તેમજ દારૂના વ્યસનને ત્યજી દેવા માટેના સેમીનાર તેમજ હોર્ડીંગ્સ પણ લગાડવામાં આવ્યાં છે.

અન્ય સમાચારો પણ છે...