મંડળને કરોડો રૂપિયાની આવક:સ્ટેચ્યુ ઓફ યુનિટી જોવાં 4 વર્ષમાં 1 કરોડ પ્રવાસીઓ આવ્યા; દિવાળીના વેકેશનમાં 8 લાખ પ્રવાસીઓ નોંધાયા

નર્મદા (રાજપીપળા)એક મહિનો પહેલા
  • કૉપી લિંક

સ્ટેચ્યુ ઓફ યુનિટીએ ચાર વર્ષના ટૂંકા ગાળામાં એક કરોડ પ્રવાસીઓની સંખ્યા પાર કરી દીધી છે. 31મી ઓક્ટોબર 2018ના રોજ જ્યારે પીએમ મોદીએ સ્ટેચ્યુ ઓફ યુનિટીનું લોકાર્પણ કર્યું હતું. ત્યારથી લઈ અત્યાર સુધી જોઈએ તો પ્રવાસીઓની સંખ્યામાં સતત વધારો નોંધાઈ રહ્યો છે. નવેમ્બર 2022માં 1 કરોડ પ્રવાસીઓ પાર થઈ ગયા છે અને આ દિવાળી વેકેશનમાં 8 લાખ પ્રવાસીઓ નોંધાયા છે.

વિદેશથી પણ લાખોની સંખ્યામાં પ્રવાસીઓ નોંધાયા
નર્મદા જિલ્લામાં આવેલી વિશ્વની સૌથી ઊંચી પ્રતિમા સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે 31મી ઓક્ટોબર 2018થી આજ સુધીમાં 1 કરોડ પ્રવાસીઓ નોંધાતા કરોડો રૂપિયાની આવક થઈ છે. દિવાળીના દિવસથી સ્ટેચ્યુ ઓફ યુનિટી પર મોટી સંખ્યામાં પ્રવાસીઓ ઉમટી પડ્યા હતા. વિદેશથી પણ લાખોની સંખ્યામાં પ્રવાસીઓ નોંધાયા છે. છેલ્લાં બે વર્ષ સુધી કોરોના કાળના લીધે પ્રવાસન ધામોને તહેવારોમાં ખૂબ મોટી અસર થતી હતી, પરંતુ બે વર્ષ બાદ આ વખતની દિવાળીમાં તમામ પ્રવાસન સ્થળો ખુલ્લાં મૂકાયા છે, ત્યારે સોમવારના દિવસે સામાન્ય દિવસોમાં સ્ટેચ્યુ ઓફ યુનિટી મેન્ટેનન્સ માટે બંધ રાખવામાં આવતું હોય છે, પરંતુ આ વખતે દિવાળી હતી. જેના કારણે સ્ટેચ્યુ ઓફ યુનિટી ખુલ્લું રાખવામાં આવ્યું હતું.

સત્તા મંડળને કરોડો રુપિયાની આવક
સ્ટેચ્યુ ઓફ યુનિટી પર આવતા પ્રવાસીઓ માટે બસોની સુવિધાથી લઈને અન્ય સુવિધાઓ પણ વધારવામાં આવી હતી. ગુજરાત સહિત સમગ્ર વિશ્વમાં હોટ ફેવરિટ સ્ટેચ્યુ ઓફ યુનિટી બન્યું છે. દિવાળીના 21 દિવસના વેકેશનમાં 8 લાખ પ્રવાસીઓ નોંધાયા છે અને સ્ટેચ્યુ ઓફ યુનિટી સત્તા મંડળને કરોડો રૂપિયાની આવક થઈ છે.

અન્ય સમાચારો પણ છે...