ડેડીયાપાડા ખાતે સરપંચ પતિ અને પુત્રના માનસિક ત્રાસ ના કારણે જીવ ગુમાવનારના પરિવાર તથા આદિવાસી સમાજના લોકો આજે રેલી સ્વરૂપે આવેદનપત્ર આપ્યો હતો.
પૂર્વ સરપંચ રાકેશ વસાવા ઉપસરપંચ પંકજ વસાવા સહિત મરનાર શંકર વસાવાના પરીવાર જનો સાથે મોટી સંખ્યામાં લોકો આજે મળનાર શંકરભાઈને ન્યાય અપાવવા માટે બંગલા ફળીયા ખાતે આવેલા તેમના ઘરેથી સુત્રોચાર સાથેની રેલી કાઢીને પ્રાંત અધિકારી ડેડીયાપાડા ખાતે પહોંચે આવેદનપત્ર સ્વરૂપે આપીને જણાવ્યું હતું કે શંકરભાઈ વસાવા ના માનસિક ત્રાસ આપીને મોતની ઉપજાવનારા સરપંચ વર્ષાબેનના પતિ દીવાલ ભાઈ વસાવા તથા તેમના પુત્ર અને જિલ્લા પંચાયતના સભ્ય હિતેશભાઈ વસાવાને ત્રણ દિવસની અંદર ધરપકડ કરવાની માંગ સાથે અને સ્થાનિક પોલીસ સામે પણ પગલા લઈને ગરીબ પરિવારને ન્યાય આપવાની માંગ કરી હતી.
આ રેલી દરમિયાન પોલીસ બંદોબસ્ત પણ રાખવામાં આવ્યો હતો જેમાં સૂત્રોચાર સાથે ભાજપ સરકાર હાય હાય એના નારા પોલીસ ની તાનાશાહી સહિત સરપંચ તથા તેમના પરિવાર સામે પણ આક્ષેપ કરી ભારે સૂત્રોચાર કરતા આજે નગરમાં ફરી લોકોમાં ધર્ષણ ન થાય તે માટે પોલીસ દ્વારા પગલા ભરવામાં આવ્યા હતા અને રેલીબાદ આ આવેદનપત્ર અધિકારી ને આપવામાં આવ્યો હતો.
જેમાં મોટી સંખ્યામાં આજુબાજુના વિસ્તારમાં રહેતા લોકો મોટી સંખ્યામાં ઉમટી પડયા હતા જ્યારે ડેડીયાપાડા નગર ખાતે કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે પોલીસ દ્વારા ચાંપતો બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો હતો . આમ ગાજગ્રહના કારણે એક ગરીબ પરિવારે પોતાનો સ્વજન ગુમાવવો પડ્યો છે. મ
રનાર પત્ની એક પુત્ર અને ચાર પુત્રી ઓ જેમા ત્રણ સાસરે અને એક અભ્યાસ કરતી ને વિલાપ કરતા મૂકી શંકર ભાઈ વસાવા અનંત યાત્રા એ પહોચી ગયાં છે જે ભારે કરુણતા ના દ્રશ્યો સર્જાયા હતા. જ્યારે ડેડીયાપાડા ના દુષ્ક પ્રેરણા ની ઘટનામાં પોલીસની હાલત કફોડી બની છે તરફથી પોલીસ પર જ આક્ષેપ થઈ રહ્યા છે જેથી પોલીસે પણ કાયદાની મર્યાદા ને જોઈને યોગ્ય દિશામાં જ તપાસ કરવી જોઈએ.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.