નર્મદા જિલ્લાના દેડિયાપાડાથી નેત્રંગને જોડતા હાઇવે પર કરજણ નદી પર બનેલાં પુલની રેલિંગો એક જ મહિનામાં તુટી જતાં ફરીથી અકસ્માતનો ભય સેવાઇ રહયો છે. લાખો રૂપિયાનો ખર્ચ કરીને લગાવાયેલી રેલિંગો એક જ મહિનામાં તુટી જતાં તેની ગુણવત્તા સામે અને કામગીરી કરનારા કોન્ટ્રાકટર સામે સવાલો ઉભા થયાં છે.
દહેજથી વિશાખપટ્ટનમ જતા નેશનલ હાઇવે ઉપર નેત્રંગ પાસે આવેલા થવા ગામ નજીકથી પસાર થતી કરજણ નદી ઉપર છેલ્લા કેટલાક વર્ષોથી જર્જરિત પુલ ઉપર 10 મીટર જેટલી રેલિંગ ગત ચોમાસા દરમિયાન તૂટી ગઈ હતી.
જેના સમાચાર અખબારોમાં પ્રસિધ્ધ થયા બાદ કુંભકર્ણ નિંદ્રા માંથી બેરે બેરે જાગેલા નેશનલ હાઇવેના અધિકારીઓ દ્વારા અહીં જર્જરિત પુલની 10 મીટર તૂટેલી રેલિંગ રીપેર કરવાની જગ્યાએ પુલની બંને બાજુ 100 - 100 મીટર જેટલી લાંબી રેલિંગ બનાવી લાખો રૂપિયાનો ખર્ચ કરવાને મહિનો પણ પૂરો થયો નથી ત્યાં જ ગઈકાલે આ લોખંડ ની રેલિંગ એક બાજુએથી આખે આખી તૂટી જતા અકસ્માત નો ભય સર્જાયો છે.સાથે સાથે પુલ બંને બાજુ થી સાંકડો પણ થઈ ગયો છે.
એક તરફ આ પુલ જર્જરિત તો છે જ ત્યારે લોખંડ ની રેલિંગ તૂટી જતા અહીં વધુ એક મુસીબત ઉભી થઈ ગઈ છે.ત્યારે નેશનલ હાઇવેના અધિકારીઓ દ્વારા મુકવામાં આવેલ રેલિંગની પોલ અહીં ખુલ્લી પડી જવાય પામી છે.આ પુલ ગમે ત્યારે ધરાશાયી થાય તેવો તો પહેલે થીજ છે.
ત્યારે હવે લાખોના ખર્ચે મુકવામાં આવેલ સેફટી રેલિંગ તૂટી જતા અકસ્માતની ભીતિ સેવાઈ રહી છે.એક તરફ ગુજરાત પોલીસ લોકોને સલામતી સાથે અકસ્માત નિવારણ હેતુસર નાગરિકોને નિયમોનું પાલન કરાવી રહી છે ત્યારે બીજી તરફ નેશનલ હાઇવેના અધિકારીઓ દ્વારા નાગરિકોની સલામતી સાથે ખિલવાડ કરી રહી હોય તેમ લાગી રહયું છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.