લોકો અટવાયા:ડેડિયાપાડા જન સેવા કેન્દ્ર ખાતે નેટવર્ક ખોરવાતાં લોકો અટવાયાં

ચીકદા2 મહિનો પહેલા
  • કૉપી લિંક
જન સેવા કેન્દ્રમાં નેટવર્ક બંધ રહેતા લોકોને હાલાકી - Divya Bhaskar
જન સેવા કેન્દ્રમાં નેટવર્ક બંધ રહેતા લોકોને હાલાકી
  • જાતિના દાખલા માટે લોકોની સવારથી જ કચેરી બહાર લાઇન લાગી હતી

ડેડીયાપાડા મામલતદાર ઓફીસ ખાતે આવેલી જન સેવા કેન્દ્રમાં સોમવારે સવારથી જ નેટવર્ક બંધ રહેતા લોકો અટવાયા હતા. હાલ શાળાના બાળકોનું પરીણામ જાહેર થતા અન્ય શાળામાં પ્રવેશ મેળવવા માટે જાતિના દાખલા માટે લોકોની સવારથી જ મામલતદાર ઓફિસે લાઇન લાગી ગઈ હતી. જાતિના દાખલ ઉપરાંત રેશનકાર્ડ, સ્ટેમ્પ તેમજ અન્ય કામગીરી સવારથી બંધ રહેતા લોકો અટવાયા હતા.

સવારથી જ જનસેવા કેન્દ્રમાં નેટવર્ક ન હોવાને કારણે લોકો લાઇનમાં ઉભા થાકી જઈ ઓફિસમાં જ નીચે બેસી ગયા હતા. ત્યારે પીપલોદ, ડુમખલ જેવા 35 થી 40 કિમિ દુરથી આવનાર લોકો ગરમીમાં હેરાન પરેશાન થઈ ગયા હતા.

દાખલા કઢાવવા માટે લોકો 2 થી 3 દિવસ 35 થી 40 કિમી દૂરનો ફેરો ફરવા મજબૂર
જાતિના દાખલા માટે બે થી ત્રણ દિવસ મામલતદાર ઓફીસ ખાતે આવવું પડતું હોય છે. એમાંય નેટવર્ક બંધ રહેતા અમારૂ કામ અટકી પડે છે. 35 કિમિ દૂરથી ખાનગી વાહનમાં આવીએ તો ભાડાના ખોટા પૈસા ખર્ચવા પડે છે. ખોટો ફેરો પડે છે. હાલ ચોમાસું ખેતીની તૈયારી કરવાની હોય સમયનો બગાડ થાય છે.> નવલ વસાવા,

અન્ય સમાચારો પણ છે...