ધરપકડ:સૂકાઆંબા ગામે યુવાનની હત્યા કરનાર આરોપી ઝબ્બે

દેડિયાપાડા4 મહિનો પહેલા
  • કૉપી લિંક
પ્રતીકાત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતીકાત્મક તસ્વીર
  • આરોપીએ ધકકો મારતા મૃતક રોડ પર પટકાયો

નર્મદા જિલ્લાના ડેડીયાપાડા પોલીસ સ્ટેશન વિસ્તારના સૂકા આંબા ગામે થયેલા ઝગડામાં અપશબ્દો બોલી યુવકને ધક્કો માર્યો હતો. જેમાં યુવક RCC રોડ ઉપર પડતા માથાના ભાગે ગંભીર ઇજા પહોંચતા તેનું મોત થયું હોવાની ઘટના બની હતી. જે ઘટનાંમાં આરોપીને ગણતરીના કલાકોમાં ડેડીયાપાડા પોલીસે ઝડપી પાડવામાં સફળતા મેળવી છે.

સૂકા આંબા ગામે આ કામે મરણ જનાર ફુલસિંગ વસાવા ઘરના આંગણામાંથી પસાર થતા હતા. જે દરમિયાન આ કામના આરોપી નરપત મગન વસાવાનાઓ ફુલસિંગ વસાવાને ગમે તેમ ગાળો બોલવા લાગ્યા હતા. જેથી ફુલસિંગ વસાવએ ગાળો બોલવાની ના કહેતા આરોપી એકદમ ઉશ્કેરાઈ ગયો હતો અને ફુલસિંગ વસાવાને થપ્પડ મારી છાતીના ભાગે ધક્કો મારતા RCC રોડ ઉપર પડ્યો હતો. મરણ જનાર ફુલસિંગ વસાવાને માથાના ભાગે ગંભીર ઈજા પહોંચતા તેનું મોત થયું હોવાની ઘટના બની હતી.

ગુનાની તપાસ ડેડીયાપાડા પોલીસ સ્ટેશનના સી.ડી. પટેલ તથા ડેડીયાપાડા પોલીસ સ્ટાફના માણસોએ કરી હતી. જે દરમિયાન આ કામના આરોપી નરપત મગનનાઓને ગણતરીના કલાકોમાં ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.આરોપી તથા મૃતક વચ્ચે કઇ બાબતે ઝગડો થયો હતો તેની વિગતો મેળવવા માટે ડેડીયાપાડા પોલીસ દ્વારા પૂછપરછ શરૂ કરવામાં આવી હતી.

અન્ય સમાચારો પણ છે...