સમસ્યા:દેડિયાપાડાના 10 ગામોમાં 12 દિવસથી વીજ પુરવઠો ખોરવાયો

દેડિયાપાડાએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • સરપંચો અને આગેવાનોનો વીજ કંપનીની કચેરીએ હલ્લો

નર્મદા જિલ્લામાં સ્ટેચ્યુ ઓફ યુનિટીથી 5 કિમીની રેન્જમાં આવતા ફુલસર, કંજાલ, ડુથર, હિંગાપાદર, ચોપડી, વાઘઉંમર, પાનખલા, માથાસર, કણજી, વાંદરી સહીતના ગામોમાં છેલ્લા 12 દિવસથી લાઈટો નહી હોવાથી લોકો હાલાકી ભોગવી રહયાં છે. દેડિયાપાડા વિસ્તારના સરપંચો અને ખેડૂતો વીજળી અને પાણીને લાગતાં પ્રશ્નોને લઈને પહોંચ્યા હતા.

ધારાસભ્ય ચૈતર વસાવા તુરંત ખેડૂતો અને સરપંચો સાથે GEB કચેરીએ પહોંચી ગયા હતા. અને પ્રજાના પ્રશ્નો વેહલી તકે હલ કરવા હાજર કર્મચારઓને સૂચના આપી હતી.ચૈતર વસાવાએ જણાવ્યું હતું કે અહીંયાના DE અચાનક રજા પર ઉતરી ગયા છે, પૂરતો સ્ટાફ પણ નથી. અહીંયા છેલ્લા 5 વર્ષથી ખેતીવાડી કનેક્શનને લગતી 1029 અરજીઓ પેંડીંગ છે, તો બીજી બાજુ DE કહે છે કે ગ્રાન્ટનો અભાવ છે.સ્ટેચ્યુ ઓફ યુનિટીથી 5 કિમીની રેન્જમાં આવતા ફુલસર, કંજાલ, ડુથર, હિંગાપાદર, ચોપડી, વાઘઉંમર, પાનખલા, માથાસર, કણજી, વાંદરી સહીતના ગામોમાં છેલ્લા 12 દિવસથી લાઈટો નથી. જેના કારણે લોકો હાલાકી ભોગવી રહયાં છે.

અન્ય સમાચારો પણ છે...