તપાસ:ડેડીયાપાડાના સરપંચના પતિ અને પુત્ર સામે ગુનો નોંધાતાં સાંસદ ધુંઆપુંઆ

ડેડીયાપાડા13 દિવસ પહેલા
  • કૉપી લિંક
ડેડિયાપાડામાં સરપંચના પતિ અને પુત્રની તરફેણમાં રજુઆત - Divya Bhaskar
ડેડિયાપાડામાં સરપંચના પતિ અને પુત્રની તરફેણમાં રજુઆત
  • ગ્રામ પંચાયતના કર્મચારીના આપઘાત બાદ પિતા--પુત્ર વિરૂધ્ધ ગુનો દાખલ થયો છે

ડેડીયાપાડા ગ્રામ પંચાયતના કર્મચારીના આપઘાતનો મામલો સંપુર્ણ રીતે રાજકીય રંગે રંગાય ગયો છે. કર્મચારીના આપઘાત મામલે ડેડીયાપાડાના સરપંચના પતિ અને જીલ્લા પંચાયતના સભ્ય એવા પુત્ર સામે પોલીસે ગુનો દાખલ કરતાં ભરૂચના સાંસદ મનસુખ વસાવા ધુંઆપુઆ થઇ ગયાં છે. તેમણે ડેડીયાપાડાની સભામાં બીટીપી અને કોંગ્રેસ વિરૂધ્ધ તેમનો રોષ ઠાલવ્યો હતો. બીટીપીના કાર્યકારી અધ્યક્ષ ચૈતર વસાવાના સ્વાગતમાં ડેડીયાપાડામાં વિશાળ રેલી યોજવામાં આવી હતી.

આ રેલીમાં બીટીપીના ઝંડા લગાવવા બાબતે થયેલા વિવાદમાં ગ્રામ પંચાયતના કર્મચારીએ આપઘાત કરી લીધો હતો. ભરૂચના સાંસદ મનસુખ વસવા તથા અન્ય આગેવાનોએ સરપંચના પતિના સમર્થનમાં જાહેરસભા કરી હતી. વેરાઇ માતાના મંદિરે યોજાયેલી સભામાં સાંસદ મનસુખ વસાવાએ સભાને સંબોધતા જણાવ્યું હતું કે દેડિયાપાડાના સરપંચના પતિ દેવજી વસાવાઅને તેમનો પુત્ર હિતેશ પર પોલીસ દ્વારા ખોટો કેસ કરવામાં આવ્યો છે. બીટીપીની ઝંડીઓ ઉતારવા બાબતે મરનાર શંકર વસાવાને આ પિતા અને પુત્રએ નહી પણ બીટીપીના કાર્યકરોએ ધમકી આપી હતી.

મનસુખ વસાવાએ શંકર વસાવાને આપઘાત કરવાની પ્રેરણા આપવા બદલ ડેડીયાપાડાના ધારાસભ્ય મહેશ વસાવા, બીટીપીના અધ્યક્ષ ચૈતર વસાવા અને તાલુકા પ્રમુખ દેવેન્દ્ર વસાવા પર આક્ષેપ કર્યા હતાં. સાંસદ મનસુખ વસાવાએ પોતાનો રોષ ઠાલવતાં જણાવ્યું હતું કે, ડેડીયાપાડાના કેસમાં પોલીસે પણ સમજી વિચારીને કાર્યવાહી કરવાની જરૂર હતી. આ વેળા બીટીપી અને કોંગ્રેસ મળી ગયા છે. ખોટા કેસ કરાવે છે.

અન્ય સમાચારો પણ છે...