ડેડિયાપાડામાં મેગા ડિમોલિશન:જૂના મોસદા રોડ પર 110 દબાણો ખસેડ્યાં : 12 ફૂટ રોડ પહોળો થતાં ટ્રાફિક સમસ્યા ઉકેલાશે

ડેડિયાપાડા12 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • સંકલનની બેઠકમાં દબાણોનો મુદ્દો ચર્ચાતાં R&Bએ 3 વખત નોટિસ ફટકારી હતી, પોલીસ બંદોબસ્ત વચ્ચે સાંજના 6 વાગ્યા સુધી કામગીરી ચાલી

ડેડિયાપાડામાં પ્રાંત અધિકારીઅનિલ ઉકાંનીની આગેવાનીમાં ડેડીયાપાડા ના ચાર રસ્તાથી સરકારી હોસ્પિટલ ડેડીયાપાડા સુધીના દબાણો સંપૂર્ણ સાફ કર્યા હતા જેમાં રોડ માર્જીન થી 12 ફૂટ સુધીના દબાણો ઓટલા શેડ દૂર કર્યા હતા આમા અંદર આવતા કેટલા એ નાની કાચી પાકી દુકાનો કેબીનો વર્ષો થી લારી લઈને ધંધો કરતા લોકોની હાલત કફોડી થઈ હતી અને સંખ્યાબંધ લોકો હાલ બેકાર બન્યા હતા જેના માટે પણ તંત્રએ વહેલી તકે રોજગારીની તકો મળે તેવી સરકારી જગ્યાઓ ફાળવણી કરે તેવી પણ તેમના દ્વારા માંગ કરવામાં આવી રહી છે

ડેડીયાપાડા માં સિવિલ હોસ્પિટલ નો રોડ કે જૂના મોસદા રોડ ખૂબ જ મોટા પ્રમાણમાં દબાણ હતા આ રોડ પરથી એમ્બ્યુલન્સને પણ જવાનો રસ્તો નહોતો મળતો ચારે તરફ ટ્રાફિક જામના દ્રશ્યો જ દેખાતા જેથી આ મુદ્દો સંકલન સમિતિની મિટિંગમાં પણ ચર્ચા સાથે ફરિયાદ પણ થઈ હતી અને આર એન્ડ બી ના વિભાગ દ્વારા પણ અગાઉ બે થી ત્રણ વખત નોટિસ ફટકારી હતી પરંતુ દુકાનદારોએ ધ્યાનમાં લીધી ન હતી જેથી આજે તંત્ર સપાટો બોલાવ્યો હતો

આ રોડ સરકારી ગાડી ઓની અને પોલિસ ની ગાડી ઓની લાઈન સાથે ત્રણ થી ચાર બુલડોઝર સાથેની ટીમ સવારથી જ એક્શન માં આવી હતી સવારે 9:00 વાગ્યા થી આ કામગીરી શરૂ કરવામાં આવી હતી. જેના પગલે વેપારીઓ માં નાસ ભાગ મચી ગઇ હતી લોકો ચિંતાતુર નજરે દેખાઈ રહ્યા હતા વેપારીઓમાં ખૂબ જ દુઃખની લાગણી ફેલાઇ હતી કેટલાકને તો સંપૂર્ણ રોજગાર સમાપ્ત થઈ જશે જેથી ચિંતાતુર બની ને તંત્ર ની સામે જોઈ રહ્યા હતા પોલીસ બંદોબસ્ત સાથે હોવાથી નારાજ હોવા છતાં એક પણ વ્યક્તિ વિરોધ કરી શક્યો નહોતો જ્યારે કેટલાક તો સ્વેચ્છાએ દબાણો દુર કર્યા હતા. સાંજ 6 વાગ્યા સુધી આ કામગીરી ચાલુ હતી.

ટ્રાફિકની સમસ્યાની ફરિયાદ હતી
ડેડીયાપાડા મોસદા રોડ ઉપર ખૂબ ટ્રાફિક જામ રહેતો હતો. આજ રોડ પર સરકારી દવાખાનું પણ આવેલો છે ત્યાં હોસ્પિટલ સુધી 108 પહોંચવાનું પણ મુશ્કેલી પડતી હતી જેના કારણે અવારનવાર સંકલન સમિતિમાં આ બાબતે ફરિયાદ થતી હતી. જેથી આજે ગેરકાયદેસર દબાણો હટાવવામાં આવ્યા હતા. > અનિલ ઉકાની, પ્રાંત અધિકારી.

અમને વ્યવસાય માટે વૈકલ્પિક જગ્યા આપો
હું અહીં છેલ્લાં 3 વર્ષથી નાની હોટલ ચલાવું છું. હવે તંત્ર દ્વારા મારી હોટલ તોડી પાડવામાં આવતાં મારી આજીવિકાનું સાધન છીનવાઇ ગયું છે. સ્વરોજગાર કરી હું મારૂ અને મારા પરિવારનું ગુજરાન ચલાવતો હતો. હવે મારા પરિવારના ભવિષ્યની ચિંતા ઉદભવી છે. તંત્ર હવે અમને રોજગાર માટે કોઇ વૈકલ્પિક જગ્યા આપે તો અમારા પરિવારનું ગુજરાન થઇ શકે.> વિપુલ લિંબચિયા, વેપારી.

અન્ય સમાચારો પણ છે...