રસ્તો બંધ થઇ ગયો:સાગબારામાં પણ મેઘતાંડવ, 24 કલાકમાં 17 ઇંચ વરસાદ

ડેડીયાપાડા3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • મહુપાડા ગામ પાસેના પુલ પર પાણી ફરી વળ્યાં

સોમવારે 24 કલાકમાં 17 ઇંચ વરસાદે સાગબારા ને ઘમરોળી નાખ્યું છે. સાગબારા તથા સોનગઢને જોડતા મહુપાડાના પુલ ઉપર પાણી ફરી વળતાં રસ્તો બંધ થઇ ગયો છે. પાટ ગામની વાત કરવામાં આવે તો પાટ ગામે બે ફળિયાને જોડતો કોઝવે ધોવાય ગયો છે જયારે દતવાડા ગામે પુલ નું ધોવાણ થયું છે.

સાગબારા તાલુકામાં સોમવારે રેકોર્ડ બ્રેક વરસાદ વરસ્યો હતો.24 કલાકમાં 17 ઇંચ પડેલા વરસાદે તાલુકાને ઘમરોળી નાખ્યો હતો. સાગબારા ખાતે આવેલી સરકારી વિનિયન કોલેજની કમ્પાઉન્ડ વોલ પણ ભારે વરસાદ ને પગલે તૂટી પડી હતી. સાગબારાના ભરવાડવાસમાં પાણીનો ભરાવો થવાથી લોકોના ઘરોમાં પાણી ભરાયાં હતાં.

​​​​​​​સેલંબા ખાતે આંબાવાડી ફળિયામાં લોકોના ઘરોમાં પાણી ભરાઈ જવા પામ્યા હતાં.​​​​​​​ સાગબારાથી સોનગઢ જતા માર્ગે મહુપાડાના પુલ ઉપર પાણી ફરી વળ્યાં છે જેના કારણે વાહન વ્યવહારને અસર પહોંચી હતી.નાના કાકડીઆંબા મકરણ વચ્ચે મોટો પુલ તૂટી જવા પામ્યો છે.

અન્ય સમાચારો પણ છે...