GACL એજયુકેશન સોસાયટીના સહયોગથી જીવન તીર્થ સંસ્થા દ્વારા તાલુકા વિકાસ અધિકારી કનૈયાભાઈ વસાવાના માર્ગદર્શન હેઠળ ડેડીયાપાડા તાલુકાના બોગજ, કોલીવડા અને સાકવા ગામોની 50 કુપોષિત અને ધાત્રી માતાઓ,બહેનો માટે શાકભાજીના માંડવા બનાવવામાં આવ્યા.
જેમાં 23 જાતની શાકભાજીના બીજ આપવામાં આવ્યા, બહેનોને ટ્રેનિંગો દ્વારા શાકભાજીના ઉપયોગો સમજાવવામાં આવ્યાં , સજીવ ખેતી અને સજીવ ખાતર બનાવતા શીખવવામાં આવ્યું. ત્યાર બાદ બધી બહેનો માંડવા બનાવવા માટે તૈયાર થઈ અને છેલ્લા 6 મહિનાથી શાકભાજી બનાવી ખાતા થયા છે, બાળકોનુ તથા બહેનોનું હિમોગ્લોબીન વધ્યું છે, માંડવામાં શાકભાજી ઉગાડતા થયાં તેથી ઘરમાં ઉપયોગ વધ્યો છે. આજુબાજુના ઘરોમાં પણ શાકભાજી આપવામાં આવે છે જેનાથી બાળકો, બહેનોની તબિયત સુધરી છે તેમજ ઘર ખર્ચ ઘટ્યો છે.
આટલા ધોમધખતા તાપમાં પણ બહેનોને આ માંડવા પ્રોજેકટથી શાકભાજી મળી રહે છે, સાથે gacl કંપની તરફથી બિયારણ, ખાતર, પાણીની પાઇપ, ખેતીનાં ઓજારો પણ આપવામાં આવ્યા, આ પ્રોજેકટનાં અમલીકરણથી બહેનોને ઘણો લાભ થયો છે માટે કંપનીનો આભાર વ્યક્ત કરવામાં આવ્યો સાથે ભવિષ્યમાં બીજી બહેનોને લાભ મળે તેવી વિનતી પણ કરવામા આવી.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.