અકસ્માતને ઇજન:ડેડીયાપાડામાં માર્ગ પર ચાર દિવસથી પડેલો ભૂવો ન પુરાતાં વાહનો ખાબક્યાં

ડેડિયાપાડા15 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • ખરીદ વેચાણ સંઘ તરફ જવાના માર્ગ પર 5થી 6 ફૂટ ઉંડો ભૂવો પડવાના કારણે અકસ્માતને ઇજન

ડેડીયાપાડા તાલુકા મથકે પડેલો ભુવો તંત્ર દ્વારા રીપેર ન કરાવતા બે અકસ્માત સર્જાયા પણ તંત્ર નિંદ્રા માંઍક અક્સ્માત માં નાના બાળકનો બચાવ બીજાં બનાવ મા એક વાન ખાબકી છતાં ભ્રષ્ટ તંત્ર કોઈના મોતની રાહ તો નથી જોઈ રહ્યું ને .લોકો માં રોષ ની લાગણી ફેલાઇ.

ડેડીયાપાડા તાલુકા મથક ના ખરીદ વેચાણ સંઘ તરફ જવાના રસ્તા પર વરસાદી પાણીના કારણે છેલ્લા ચાર પાંચ દિવસથી મોટો ભુવો પડ્યો હોવા છતાં પણ તંત્ર દ્વારા કોઈપણ કામગીરી કરવામાં આવી નથી તેના પરિણામ ભોગે કેટલાક વાહનો આ પડેલા ભુવામાં પડે છે છતાં પણ તંત્ર કોઈપણ કામગીરી કરવામાં આવતી નથી, જે લોકો આ વિસ્તારમાં રહે છે તેમના ભુવાની ખબર છે પરંતુ જે અજાણ્યા લોકો જાય છે અને વરસાદના પાણી ભરાયેલા હોય ત્યારે આ ભૂવામાં ખાબકે છે સૌપ્રથમ ચાર દિવસ પહેલા એક મોટરસાયકલ ચાલક પોતાના નાનકડા પુત્રને બાલમંદિર ખાતે મુકવા જતા હતા ત્યારે અચાનક આગલો ટાયર ખાડામાં ખાબકતા આગળની તરફ બેઠેલો નાનો દીકરો ઊંડા ખાડામાં પડે તો જાનહાનિ નો ખતરો થયો હતો. પરંતુ બાળક બચી જવા પામ્યો હતો એને પકડી લેવામાં આવ્યો હતો.

જે બાદ પણ તંત્ર એ ધ્યાન ના આપતા આજે ફરી એક વાન આ ખાડામાં ખાબકી હતી અને ખાડો કે ભૂવો 5 થી 6 ફુટ ઊંડો છે અને વાન પલટી મારે તેવી સ્થિતિ થઈ હતી હજુ અત્યારે આ લખાઈ છે ત્યાં સુઘી કોઈએ પણ જવાબદારી લીધી નથી અને રીપેર કર્યું નથી

તો શું તંત્ર કોઈ મોટી હાની થાય તેની રાહ જોઈને બેઠી છે...? અને કોઈ જાનહાનિ થશે તો જવાબદારી કોની તે પણ નક્કી થઈ શકે તેમ નથી. કે એક તરફ નેશનલ હાઈવે નો સર્વિસ રોડ જ્યારે સંઘમાં જવાના રસ્તા તરફ તાલુકો પંચાયતના બાંધકામ વિભાગ દ્વારા બનાવવામાં આવેલો આવેલું આવેલું નાળું છે એટલે કોઈ હાથ મુકવા તૈયાર નથી હવે જો કોઈ દુર્ઘટના ઘટી તો તો આ તંત્ર પર પોલીસ ફરિયાદ પણ કરવી જોઈએ તેવી સ્થાનિકોની લોક માંગ છે.

અન્ય સમાચારો પણ છે...