નર્મદા જિલ્લાની દેડિયાપાડાના આપના ઉમેદવાર ચૈતર વસાવાના સમર્થનમાં મતદારોએ વોટની ટંકશાળ પાડી દીધી હતી. આ બેઠકના ઇતિહાસમાં કોઇ પણ ઉમેદવારને પ્રથમ વખત 1 લાખ કરતાં વધારે વોટ મળ્યાં છે. દેડિયાપાડા બેઠક પર ચાર ઉમેદવારો વચ્ચે જંગ જામ્યો હતો પણ એક સમયે બીટીપીના મહેશ વસાવાના ખાસ ગણાતાં ચૈતર વસાવાએ આપમાંથી ઉમેદવારી કરી હતી. દેડિયાપાડાના મતદારોએ ચૈતર વસાવાને ખોબલે ખોબલે મત આપ્યાં હતાં. તેમને 1.03 લાખ જેટલા મત મળ્યાં છે. દેડિયાપાડા બેઠક પરથી વિજેતા બનેલાં ચૈતર વસાવાએ જણાવ્યું હતું કે, તેઓ તેમના રાજકીય ગુરૂ છોટુ વસાવાના આર્શીવાદ લેવા માટે જશે. દેડિયાપાડા બેઠક શરૂઆતથી જ આમ આદમી પાર્ટી જીતશે તેમ લાગતું હતું. આ બેઠક જીતવા ભાજપે પણ અમિત શાહ સહિતના નેતાઓને મેદાનમાં ઉતાર્યા હતાં.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.