વિવાદ:દેવમોગરામાં અસામાજિક તત્વોનો વધતો આતંક, પોલીસકર્મી પર 12 લોકોનો હુમલો

ડેડિયાપાડા2 મહિનો પહેલા
  • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર
  • રોડ પર ઉભી રહેલી બાઇક સાઇડમાં લેવાનું કહેતાં મામલો બિચક્યો

આદિવાસી સમાજના આસ્થાના કેન્દ્ર એવા દેવમોગરામાં અસામાજીક તત્વોનો આતંક વધી રહયો છે. થોડા સમય અગાઉ બીટીપી અને ભાજપના આગેવાનોના પુત્રો વચ્ચે થયેલી મારામારી બાદ હવે પોલીસ કર્મચારી પર હુમલાની ઘટના સામે આવી છે.નર્મદા સાગબારા પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા કોનસ્ટેબલ મથુર ઉબડીયા વસાવા 26 જૂન રવિવારના રોજ દેવમોગરા મંદિર ખાતે બંદોબસ્તમાં હતાં. સાંજના 7 વાગ્યાના અરસામાં તેઓ તેમના મિત્રની કારમાં બેસી રાઉન્ડ મારવા માટે નીકળ્યાં હતાં. તે સમયે આકડા સર્કલ નજીક પાંચ થી છ જેટલી મોટરસાયકલ રોડની વચ્ચે ઉભી હતી.

જેથી મથુર વસાવાએ બાઇકચાલકોને તેમની બાઇકો સાઇડ પર મુકવા માટે જણાવ્યું હતુંં.મથુરની વાતથી રોષે ભરાયેલાં બાઇકચાલકોએ તેના પર હુમલો કરી દીધો હતો. એક બાઇકચાલકે કોનસ્ટેબલને લોખંડનો પંચ મારી લોહીલુહાણ કરી નાંખ્યો હતો. મથુર વસાવાએ બે બાઈકનો નંબર લખી લઈ ડેડીયાપાડા પોલીસને જાણ કરી હતી. પોલીસે કણબીપીઠા પાસેથી પાંચ આરોપીઓને ઝડપી પાડયાં છે જયારે સાત હજી વોન્ટેડ છે. આ પાંચ જેટલા ઇસમોને ઝડપી પાડ્યા હતા. જ્યારે અન્ય ઈસમો નાશી છુટયા હતા. સાગબારા પોલીસે આ તમામ વિરુદ્ધ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

અસામાજિક પ્રવૃતિ સાંખી લેવાશે નહીં
કોઇપણ અસામાજિક તત્વોને તાત્કાલિક ધોરણે ડામી દેવામાં આવશે.અહીં જે પણ ઝઘડા થાય છે તે પાર્કિંગ બાબતે જ થાય છે અને પાર્કિંગ બાબતે મંદિરના ટ્રસ્ટીઓ સાથે વાતચીત ચાલી રહી છે. ટુંક સમયમાં તેનો નિકાલ લાવી દેવાશે. - પ્રશાંત સુંબે, એસપી, નર્મદા

અન્ય સમાચારો પણ છે...