ધરતીપુત્રોમાં રોષ:સામોટના ખેડૂતોની પડતર જમીન મામલે ચૂંટણી બહિષ્કારની ચીમકી

ડેડિયાપાડા21 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • વર્ષોથી સરકારી પડતર જમીનમાં ધરતીપુત્રો ખેતી કરતા આવ્યા છે

સામોટ ગામના આવેલ સરકારી પડતર જમીન ખેડુતો ને નહીં મળે તો આવનારી વિધાન સભા તથા તમામ ચુંટણીઓ ની બહિષ્કાર કરવાની ચીમકી આપવામાં આવી છે. ડેડીયાપાડા તાલુકાના સામોટ ગામે આવેલ સરકારી પડતર ની જમીનની અંદર ભારત દેશના આઝાદી પહેલાથી ડેડીયાપાડા તાલુકાના સામોટ ગામના ખેડુતો અને તેમના પરીવારો ખેડાણ કરતા આવ્યા છે તે જમીન અત્યાર સુધી ખાતા નંબર-૧૭૪ વાળી જમીન ખેડુતોઅને નામે કરી આપવામાં આવી નહી, છતા જેમાં ૪૯ પરિવારો ખેડતા આવ્યા છે.

જેથી સામોટ ગામ ના ખેડુત પરિવારો એક નહી પણ અનેક વાર સરકારમાં જમીન નામે કરી આપવા રજુઆતો કરેલ છે પણ આજ દિન સુધી કોઈ પણ પ્રકાર ની કાર્યવહી કે જમીન આપવા બાબતે કોઈ જણાવેલ નહીં. ડેડીયાપાડા તાલુકાના સામોટ ગામના જમીન માં બાપ દાદા ના સમય થી આજ દિન સુધી ખેડ હક્ક માં કે રેકોર્ડ માં જેવા કે ૭/૧૨ માં હમારા નામો છે. છતા પણ જમીન મળવા નહિવત જણાય છે. અનેક વાર લેખીત રજુઆતો કરેલ છે. છતાં પણ સરકાર નું પેટનું પાણી હલતું નથી અને જો ખેડૂતોને ન્યાય ન મળે ત્યાં સુધી આવનારી વિધાનસભા તેમજ તમામ ચુંટણીઓ બહિસ્કાર કરવા ચીમકી ઉચ્ચારી છે.

અન્ય સમાચારો પણ છે...