વરસાદથી સર્વત્ર જળબંબાકાર:ડેડિયાપાડામાં મેઘ તાંડવથી તારાજી: જંગલ વિસ્તારોમાં મુશળધાર વરસાદથી નદીઓમાં ઘોડાપૂર

ડેડિયાપાડા/ રાજપીપળા3 મહિનો પહેલા
  • કૉપી લિંક
દેવ ગંગા નદી - Divya Bhaskar
દેવ ગંગા નદી
  • રવિવારે સવારે 6થી 8 વાગ્યા સુધીમાં 3 ઇંચ વરસાદ વરસ્યો, દિવસ દરમિયાન વરસેલા સાડા પંાચ ઇંચ વરસાદથી સર્વત્ર જળબંબાકાર

નર્મદા જિલ્લાના ડેડીયાપાડા તાલુકામાં રવિવારે સવારે 6 વાગ્યાથી સાંજના 6 વાગ્યા સુધીમાં સાડા પાંચ ઇંચ જેટલો વરસાદ વરસતાં સર્વત્ર જળબંબાકાર થઇ ગયું હતું. ખાસ કરીને જંગલ વિસ્તારમાં પડેલા મુશળધાર વરસાદથી દેવગંગા અને તરાવ નદીમાં ઘોડાપુર આવ્યું હતું. ગુજરાત તથા મહારાષ્ટ્રને જોડતાં માર્ગ પર વરસાદી પાણી ફરી વળ્યાં હતાં તેમજ જંગલ વિસ્તારના અનેક ગામો સંપર્ક વિહોણા બની ગયાં હતાં.

મોસદા- ડુમખલ રોડ
મોસદા- ડુમખલ રોડ

ડેડીયાપાડામાં બે દિવસથી મુશળધાર વરસાદ વરસી રહયો છે. બે દિવસમાં સાત ઇંચ જેટલો વરસાદ વરસી જતાં સર્વત્ર જળબંબાકારની સ્થિતિ જોવા મળી રહી છે. રવિવારે સવારે 6 થી સાંજના 6 વાગ્યા સુધીમાં ડેડીયાપાડામાં સાડા પાંચ ઇંચ વરસાદ વરસ્યો હતો. ભારે વરસાદના પગલે તાલુકામાં આવેલી નદીઓમાં પુરની સ્થિતિ જોવા મળી રહી છે. મોસદાથી ડુમખલ જતાં રસ્તા પર આવેલો પુલ બે કલાક સુધી પાણીમાં ગરકાવ રહયો હતો. દેવગંગા નદીમાં આવેલાં પુરથી કણજી, વાંદરી, માથાસર સહિતના 7 જેટલા ગામોના લોકો સંપર્ક વિહોણા બન્યાં હતાં.

જંગલ વિસ્તારમાં આવેલાં ગામોને જોડતાં 10 થી 12 જેટલા નાળાઓ તુટી ગયાં છે. ડુમખલ પાસે મહારાષ્ટ્રને જોડતાં માર્ગ ઉપર પણ પાણી ફરી વળ્યાં હતાં. જેના કારણે ગુજરાત મહારાષ્ટ્ર વચ્ચેનો સંપર્ક પણ કપાયો હતો અને મહારાષ્ટ્રના વડફળી ગામ સહિત પણ ભારે તારાજી સર્જાઇ હતી જયારે ત્યાં જ પુલ ની બાજુમાં આવેલી આશ્રમ શાળા માં પણ પાણી ભરાયાં હતાં.

અશ્વિની નદીમાં પાણીનું સ્તર વધતા 85 લોકોનું સ્થળાંતર
તિલકવાડા તાલુકાની અશ્વિની નદીમાં પાણીનું સ્તર વધતા નીચાણવાળા વિસ્તારના નીચલું ફળિયું, લીંબડીના 85 લોકોને પ્રાથમિક શાળા અને લિંબડીયા ખાતે સ્થળાંતરિત કરાયા હતા. ત્યાં જ એમની રેહવા જમવાની વ્યવસ્થા કરવામાં આવી છે.

કોઝવે પર પોલીસ બંદોબસ્ત મુકાશે
ડેડીયાપાડા તાલુકામાં પુલોનું રીપેરીંગ ન થાય ત્યાં સુધી પુલને બંધ કરી દેવામાં આવ્યાં છે. પુલ પરથી લોકોની અવરજવરને રોકવા માટે પોલીસ બંદોબસ્ત પણ ગોઠવવામાં આવશે. - એસ.વી.વિરોલા, મામલતદાર, ડેડીયાપાડા

નર્મદા ડેમની સપાટીમાં 52 સેમીનો વધારો
ગુજરાત રાજ્યની જીવાદોરી સરદાર સરોવર નર્મદા ડેમ વિસ્તારમાં 10 કલાકની અંદર 50 મિમી કરતાં પણ વધારે વરસાદ પડવાના કારણે સરદાર સરોવર નર્મદા ડેમની જળ સપાટી 10 કલાકમાં 52 સેન્ટીમીટર વધવા પામી છે ગુજરાતમાં મેઘ મહેર થઇ રહી છે ત્યારે સરદાર સરોવર નર્મદા ડેમ વિસ્તારમાં પણ ભારે વરસાદ પડી રહ્યો છે સતત વરસાદ વરસી રહ્યો છે જેના કારણે નર્મદા ડેમ વિસ્તારમાં પણ પાણીની આવક વધી રહી છે.

હાલમાં પાણી તો ખાસ ઉપરથી છોડવામાં નથી આવતું પરંતુ આજે દિવસ દરમિયાન બે ઇંચ જેટલો વરસાદ સરદાર સરોવર નર્મદા ડેમમાં પડવાના કારણે સરદાર સરોવર નર્મદા ડેમની જળ સપાટી સવારે 8:00 વાગે 114.72 મીટર હતી જે સાંજે સાત વાગ્યે 115. 23 મીટર ગઈ છે એટલે કે માત્ર જ 10 કલાકની અંદર જ સરદાર સરોવર નર્મદા ડેમની ડેમની જળ સપાટીમાં 52 સેન્ટિમીટર નો વધારો થયો છે.

ભરૂચ જિલ્લાનો વરસાદ
વાલિયા59
હાંસોટ50
ઝઘડિયા43
વાગરા42
નેત્રંગ38
આમોદ23
અંકલેશ્વર16
જંબુસર15
ભરૂચ13
અન્ય સમાચારો પણ છે...