કેજરીવાલનો આક્ષેપ:ભાજપ અને કોંગ્રેસ સિક્કાની બે બાજુઓ હોવાનો અરવિંદ કેજરીવાલનો આક્ષેપ

ડેડિયાપાડાએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • નર્મદા જિલ્લાના ડેડિયાપાડામાં ભગવંત માન સાથે જાહેર સભાને સંબોધિત કરી

ડેડિયાપાડા ખાતે આવેલા પીઠા ગ્રાઉન્ડમાં લાભ પાચમ ના દિવસે દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ તથા પંજાબના મુખ્યમંત્રી ભગવત માન એ વિશાળ જનમેદની ને સંબોધી ને લોકોને પરિવર્તન લાવવાની અપીલ કરી આજે ડેડિયાપાડા ખાતે આવેલા પીઠા ગ્રાઉન્ડમાં લાભ પાચમ ના શુભ દિને દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ તથા પંજાબના મુખ્યમંત્રી ભાગવત માન એ વિશાળ જનમેદની ને સંબોધી હતી

તેમણે જણાવ્યું હતું કે આમ આદમી પાર્ટીની સરકાર બનશે તો લોકોને દર મહિને 30 હજાર રૂપિયાનું ફાયદો થશે અને તમામ જનતાને વીજળી ,પાણી ,શિક્ષા અને આરોગ્ય એ તમામ વસ્તુઓ નો ખર્ચ આમ આદમી પાર્ટીની સરકાર ઉઠાવશે તેવી ગેરંટી તેની સાથે તેમણે જણાવ્યું હતું કે ભાજપ અને કોંગ્રેસ એ એક જ સિક્કાની બે બાજુઓ છે તેમની પર આટલા વર્ષો સુધી વિશ્વાસ મૂક્યો છતાં પણ તેમણે તથા તેમના નેતાઓએ પોતાની તિજોરીઓ ભરવાનું કામ કર્યું છે

જનતાનું કામ કરવામાં તેમને કોઈ જ રસ નથી આજે દરેક જણ એ પોતાની માંગણી સંતોષવા માટે આંદોલન કરવા પડતા હોય છે વધુમાં તેમને જણાવ્યું હતું કે ભાજપ અને કોંગ્રેસમાં વર્ષોથી વંશ પરંપરાગત પોતાના જ ઘરના કે કોઈ સગા સંબંધીઓને જ ટિકિટ આપીને રાજ કરવાની નીતિને બદલવાની જરૂર છે આમ આદમી પાર્ટીના દરેક કાર્યકરો અને નેતાઓ સામાન્ય કુટુંબમાંથી જ આવતા હોય છે તો દરેકને મોકો મળવો જોઈએ તેમ જણાવ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...