અક્માત:ડેડિયાપાડાના પનગામ પાસે બાઇક-કાર વચ્ચે અક્માત, બાઈક સવારનું મોત

ચીકદાએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • અકસ્માતને પગલે ચાલક કાર મૂકી ફરાર થયો

ડેડિયાપાડા થી મોવી જતા સ્ટેટ હાઇવે ઉપર કાર અને બાઈક વચ્ચે અકસ્માત થતા બાઈક પર સવાર એકનું ઘટના સ્થળે કરુણ મોત નીપજ્યું હતું. ફોર ગાડીના ચાલકે પોતાની ગાડી ગફલત ભરી રીતે હંકારી લાવી ડેડીયાપાડા થી મોવી સ્ટેટ હાઇવે ઉપર પનગામની સીમમાં આવેલી વૈદેહી આશ્રમ શાળાથી આગળ પનગામના બસ સ્ટેશન પાસે વળાંકમાં મોવી તરફથી આવી રહેલી બાઇકના ચાલક ધર્મેન્દ્ર મનુ વસાવા રહે. મોસીટ. નિશાળ ફળિયું.

તા. ડેડીયાપાડા જી.નર્મદા તેમજ પાછળ બેઠેલા તેમના પત્ની સુરેખાબેન તેમજ દીકરી હિના બહેનને સામેથી અથાડી દેતા બાઈક ચાલક ધર્મેન્દ્ર વસાવાનું ઘટના સ્થળે મોત નીપજ્યું હતું. તેમની પત્ની સુરેખાબેન અને દીકરી હિનાબેનને હાથ પગે ફેક્ચર તેમજ અન્ય નાની મોટી ઇજાઓ થઈ હતી. અકસ્માતને પગલે કાર ચાલક કાર મૂકી ફરાર થઈ ગયો હતો. પોલીસ અકસ્માત મોતનો ગુનો નોંધી તપાસ કરી રહી છે.

અન્ય સમાચારો પણ છે...