અકસ્માત:ગંગાપુર ગામ પાસે ટ્રક-ટેમ્પો વચ્ચે અકસ્માત, ડ્રાઈવર-ક્લિનરનું મોત

ડેડીયાપાડા12 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • ડેડિયાપાડા-સાગબારા વચ્ચેના નેશનલ હાઈવે પરનો બનાવ

ડેડીયાપાડા તાલુકામાંથી પસાર થતા નેશનલ હાઇવે નંબર 753 બી ઉપર ગંગાપુર અને કણબીપીઠા ગામ વચ્ચે ટ્રક તેમજ આઇસર ટેમ્પો વચ્ચે તારીખ 10 મેં ના રોજ વહેલી સવારના 6.30 કલાકે ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. જેમાં ટ્રક ચાલકે પોતાના કબજામાંનું વાહન પૂરઝડપે અને ગફલતભરી રીતે હંકારી લાવી આયસર ટેમ્પોને અથાડી દઈ એક્સીડન્ટ કર્યો હતો.

જેમાં આઇસર ક્લીનર ભાસ્કર બાબુરાવ દાની રહે.જન્માંલા તા.ગંગાપુર જિ.ઔરંગાબાદ (મહારાષ્ટ્ર) નાઓને શરીરે ગંભીર ઇજાઓ પહોંચતા તેનું ઘટના સ્થળ ઉપર મોત નીપજ્યું હતું. જ્યારે તેમજ આઇસર ટેમ્પોના ડ્રાઇવર મોહસીન મજીદ શેખ રહે. જમ્ભોલા તા.ગંગાપુર જિ.ઔરંગાબાદ (મહારાષ્ટ્ર) ને પણ શરીરે ગંભીર ઇજાઓ પહોંચતા તેમને એસ.એસ.જી. હોસ્પિટલ વડોદરા ખાતે લઈ જવામાં આવ્યા હતા. જ્યાં તેનું સારવાર દરમ્યાન મોત નીપજ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...