કાર્યવાહી:સાગબારામાં આંકડાનો જુગાર રમતા 7 ખેલી ઝબ્બે

ડેડિયાપાડાએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • એલસીબીની ટીમ જુગારના અડ્ડા પર ત્રાટકી

સાગબારા ખાતે આંક ફરકનો જુગાર રમતા 7 જેટલા જુગરિયાઓને 35250 રૂપિયા ના મુદ્દામાલ સાથે જિલ્લા એલસીબી પોલીસે આજે ઝડપી લીધા હતા. જેમાં એક મહિલાનો પણ સમાવેશ થવા જાય છે.ત્યારે આંકફરકના ધંધાનો મુખ્ય સૂત્રધાર કૃણાલ મધુ ચૌધરીને વોન્ટેડ જાહેર કરાયો છે.

ઝડપાયેલાઓમાં એક મહિલાનો પણ સમાવેશ થવા જાય છે. ઝડપાયેલાઓ પૈકી સુગરાબેન મકરાણી રહે,જંગલ ફળિયું સાગબારા, અમેશ વસાવા રહે,પાનખલા,જાલમસિંગ વસાવા રહે,કેલ, સાહિલ મકરાણી રહે, સાગબારા, અમરસિંગ પાડવી રહે, સાગબારા, પ્રતાપ વસાવા રહે,નાના ડોરઆંબા, સંદીપ વસાવા રહે,ઉભારીયાનાઓને કુલ રૂપિયા 35250 ના મુદ્દામાલ સાથે ઝડપી લીધા હતા. જ્યારે આ આંક ફરકના વરલી મટકા નો ધંધો ચલાવનાર મુખ્ય સૂત્રધાર કૃણાલ મધુ ચૌધરીને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યો છે.

અન્ય સમાચારો પણ છે...