પુલ પાણીમાં ગરકાવ:મોહન નદીમાં ઘોડાપૂરથી 6 ગામો હજી પણ તાલુકાથી સંપર્ક વિહોણા

ડેડિયાપાડા2 મહિનો પહેલા
  • કૉપી લિંક
મોહન નદીમાં ઘોડાપુરથી પાણીનો ધસમસતો પ્રવાહ. - Divya Bhaskar
મોહન નદીમાં ઘોડાપુરથી પાણીનો ધસમસતો પ્રવાહ.
  • ડેડિયાપાડામાં બારે મેઘ ખાંગા થતાં બે દિવસથી પુલ પાણીમાં ગરકાવ

નર્મદા જિલ્લાના ડેડિયાપાડા તાલુકામાં 21 ઇંચ જેટલો વરસાદ વરસતાં દેવગંગા, મોહન સહિતની નદીઓમાં ઘોડાપુર આવ્યાં છે. મોહન નદીના પાણી પુલ પર ફરી વળતાં 6 જેટલા ગામો સંપર્ક વિહોણા બની ગયાં છે. ડેડિયાપાડા તાલુકામાં ચાલુ વર્ષે વરસાદે તમામ રેકોર્ડ તોડી નાંખ્યાં છે. ગત રોજ 21 ઇંચ જેટલો વરસાદ વરસતા આખો તાલુકો જળબંબાકાર બની ગયો છે.

ડેડીયાપાડાના જંગલ વિસ્તારોમાંથી વિપુલ પ્રમાણમાં પાણી નદીઓ તથા નાળાઓમાં આવી રહયું છે. મોટા ભાગની નદીઓમાં ઘોડાપુરની સ્થિતિ છે. ઉપરવાસમાં ભારેથી અતિભારે વરસાદને પગલે દેડીયાપાડા અને નેત્રંગ તાલુકાની સરહદે આવેલ મોટા જાંબુડા અને ગારદ ની વચ્ચે આવેલ મોહન નદીમાં ઘોડાપુર આવ્યું છે.

મોહન નદીમાં વિપુલ માત્રામાં પાણી આવી રહયાં હોવાથી ડેડીયાપાડા તાલુકાના 5 થી 6 ગામડાઓ સંપર્ક વિહોણા બન્યા છે. ગારદા ,ખામ, ભૂતબેડા, મંડાળા, ખાબજી, તાબદા સહિત અનેક ગામડાઓનો તાલુકા મથક સાથેનો સંપર્ક તુટી ગયો છે. આ ગામોના લોકો ભારે વરસાદમાં જીવન ગુજારી રહયાં છે. આ ઉપરાંત મોહન નદીના પાણી આસપાસના ખેતરોમાં પણ ફરી વળ્યાં છે. ગારદા અને મંડાળા ને જોડતા રસ્તા પર પણ 2 કોઝવે પર પાણી ફરી વળતા રસ્તો બંધ થઇ ચુકયો છે.

અન્ય સમાચારો પણ છે...