તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

રજુઆત:મોંઘવારીના વિરોધમાં વસો તાલુકા કોંગ્રેસે મામલતદારને આવેદન સુપ્રત

વસો19 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • બેનરો સાથે કાર્યકરોએ સુત્રોચ્ચાર કરી દેખાવો યોજ્યા

ખેડા જિલ્લાના વસો તાલુકા કોંગ્રેસ સમિતિ.દ્વારા કારોબારી બેઠક યોજાઇ હતી. બેઠક બાદ મોંઘવારી વિરોધમા રેલી સ્વરૂપે સુત્રોચાર સાથે વસો ગામમાં રેલી કાઢી જીવન જરૂરિયાતની દરેક ચીજવસ્તુઓના ભાવ આસમાને પહોંચ્યા છે. જેથી મોંઘવારીના વિરોધમાં વસોમાં બેનર પોસ્ટર સાથે મોટી સંખ્યામાં કાર્યકરોએ સુત્રોચ્ચાર કર્યા હતો.

ત્યારબાદ મામલતદારને આવેદન પત્ર આપવામાં આવ્યું તાલુકા લેવલે ગામે ગામ ફરીને સંગઠનને નવો ઓપ આપવા તથા ગામના યુવાનોને જોડી કોંગ્રેસ વિચારધારા કેવી રીતે ફરીથી 2022માં વિધાનસભામાં જીતે અને રાજ્યના કલ્યાણ માટે કોંગ્રેસ સત્તા પ્રાપ્ત કરે, તે અંગે પ્રદેશમાંથી આવેલ ખેડા જિલ્લા પ્રદેશ પ્રતિનિધિ અતુલભાઈ પટેલે ઊંડાણપૂર્વક માર્ગદર્શન આપ્યું હતું.

ખેડા જિલ્લા કોંગ્રેસ પ્રમુખ રાજેશભાઇ ઝાલા, અમુલ ડેરી ડિરેક્ટર સંજયભાઈ પટેલ, જિલ્લા મહિલા પ્રમુખ સુધાબેન ચૌહાણ, જમનાબેન વેગડાએ મહિલાઓને આજે ઘરનું બજેટ ખોરવી નાખતી સરકારની ઝાટકણી કાઢી હતી. ખેડા જિલ્લા મહામંત્રી હેમંતગીરી ગોસ્વામીએ સંગઠન પાર ભાર મુક્યો, જિલ્લા પંચાયત ડેલીગેટ હર્ષદભાઈ સોલંકી. વસો તાલુકા નેતા વોપક્ષ દિપકભાઈ દલવાડી સહિત અગ્રણીઓએ માર્ગદર્શન આપ્યું.

અન્ય સમાચારો પણ છે...