વસોમાં પ્રધાનમંત્રી કૌશલ વિકાસ યોજના અંતર્ગત સિલાઈ મશીન આપવાનું કહીને બે લોકો પાસેથી કુલ 19 હજારની છેતરપિંડી કરનાર આરોપીને પોલીસે ઝડપી પાડ્યો હતો.
વૈદેહી ટેલર્સ નામની દુકાન ચલાવતા હિમાંશુભાઈ ગોહેલને પ્રધાનમંત્રી કૌશલ વિકાસ યોજના અંતર્ગત મફત શિવણની તાલીમ આપી હતી. જયેશ પટેલ નામના ઈસમે ફોન કરીને તેમને આ યોજના અંતર્ગત સિલાઈ મશીન આપવાનું અને તાલીમ કોર્સના 1800 રૂપિયા તેમના ખાતા જમા થશે, તેમ જણાવ્યું હતું. જેથી હિમાંશુ ગોહેલ તેના મિત્ર નીરજ ઓઝા (રહે.વસોની બેંક ડિટેઇલ સહિતની માહિતી આરોપીને આપી હતી. જેા આધારે આરોપી એ રૂ.19,250 બેંકમાંથી ઉપાડી લીધા હતા. હિમાંશુ ને જ્યારે આ વાતની જાણ થઈ ત્યારે આરોપીએ તેનો મોબાઈલ બંધ કરી દીધો હતો. જે બાબતે વસો પોલીસે ફરિયાદ નોંધાતા આરોપી ધીરજ પ્રજાપતિની ધરપકડ કરી હતી. આજે પોલીસે આરોપીને માતર કોર્ટમાં રજુ કરતા જ્યા સરકારી વકીલ હિતેશભાઇ બ્રહ્મભટ્ટની દલીલોના આધારે કોર્ટે આરોપીના 10મી ઓગસ્ટ સુધીના રિમાન્ડ મંજૂર કર્યા છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.