ફરિયાદ:વસોની જૂથ અથડામણ મામલે DYSPને અરજી

વસોએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • 307ની કલમ દાખલ કરવા માંગ કરાઇ

વસોમાં બે દિવસ અગાઉ ધારનાથ મહાદેવ પાસેના ખેતરમાં માટી કાઢવા બાબતે ભરવાડ પરિવાર વચ્ચે જૂથ અથડામણ થઈ હતી. જે મામલે વસો પોલીસ મથકે સામસામે પક્ષે કુલ 17 લોકો વિરુદ્ધ IPC કલમ 143,147 148,149,323,504,506 હેઠળ ગુનો નોંધાયો હતો. પરંતુ ફરિયાદી વનરાજભાઈ ભરવાડે આ ફરિયાદ પ્રત્યે અસંતોષ વ્યક્ત કર્યો છે.

પ્રાપ્ત પોલીસ સૂત્રોમાંથી મળતી માહિતી અનુસાર ભરવાડ પરીવારની જૂથ અથડામણના બનાવની ગંભીરતા અને ઈજાગ્રસ્તોની નાજુક પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને પોલીસ હત્યા પ્રયાસ કરનાર ઈસમો સામે કડક કાર્યવાહી કરે તેવી રજૂઆત કરી છે. એટલું નહીં, તેમણે આ સમગ્ર મામલે જિલ્લા પોલીસવડાને લેખિતમાં રજૂઆત કરી છે. જેમાં આરોપીઓ વિરુદ્ધ કલમ 307,326,120 (બી) અને34 મુજબની લાગું પડતી કલમ દાખલ કરવાની અરજ કરી છે. સાથે-સાથે આરોપી વિરુદ્ધ સખ્ત કાર્યવાહી કરવાની માગ કરી છે. હવે જોવાનું રહેશે કે, DYSP આ સમગ્ર મામલે શું નિર્ણય લેશે?

અન્ય સમાચારો પણ છે...